તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંકાનેરની ભાટિયા સોસાયટી ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેર: શહેરની ભાટીયા સોસાયટીના સત્સંગ હોલ ખાતે તા.16 એપ્રિલથી 22 એપ્રિલ સુધી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા જગદીશબાપુ શીવપુરવાળાના વ્યાસાસને કમઁભક્તિ અને જ્ઞાનને સંગીતમય શૈલીમા રસપાન કરાવશે. જેમા ભાગવત સપ્તાહની પોથીયાત્રા ભુરીયા હનુમાન મંદિરેથી તા.16ને મંગળવારે સવારે આઠ વાગ્યે નીકળી જ્ઞાનયજ્ઞ સ્થળ જશે. સપ્તાહ દરમિયાન વરાહ પ્રાગટય, કપિલ પ્રાગટય, રામ જન્મ, વામન સ્વરુપ, કૃષ્ણ જન્મ, રુકમણી વિવાહ તથા પરિક્ષિત મોક્ષ સહિતના પ્રસંગો કથાકાર દ્વારા સંગીતમય શૈલીમા ઉજવણી કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...