તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહની ધામધૂમપૂર્વક ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામાં નિલવડા રોડ પર બિરાજતા વડલીવાળી મેલડી માતાજીના સાનિધ્યમાં માતાજીના પરમ ઉપાસક રાજુભાઇ જેઠવા દ્વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહી શ્રીમદ્દ ભાગવત કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ધામધુમપુર્વક ઉજવાયો હતો.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહના પ્રસંગે બાબરા અને અમરાપરા ગામના ભરવાડ સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની વાજતે ગાજતે જાન જોડવામાં આવી હતી. શહેરના કડાપા વિસ્તારમાંથી ઠાકોરજીની જાન વાજતે ગાજતે નીકળી હતી. જેમાં પરંપરાગત પોશાકમાં ભરવાડ સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. પાંચ કિલોમીટરનું અંતર કાપી પગપાળા ભગવાનની જાન મેલડી માતાજીના મંદિરે પહોચી હતી. અહીં માતાજીના ઉપાસક રાજુભાઇ જેઠવા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનો અને માતાજીના ભકતો જોડાયા હતા અને લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...