મોરબીમાં ઉકરડામાંથી 60 બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે, એક ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના રામ કૃષ્ણ સોસાયટી નજીક ઉકરડામાં દાટેલો રૂ.18 હજારની કિંમતનૉ દારૂ પકડી પોલિસે પકડી પાડ્યો હતો અને તેની સાથે એક આરોપીની ધરપકડ કરી હતી તો એક શખ્સની શોધખોળ હાથ ધરી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મોરબી જિલ્લામાં જાણે બૂટલેગરોને દારૂ છુપાવવા જગ્યાઓ ઘટી પડી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે બે દિવસ પહેલા હળવદ પોલીસને ખેતરમાંથી મોટા પાયે વિદેશી દારૂનૉ જથ્થો મળી આવ્યો હતો હજુ આ વાતને વધુ સમય થાય ત પહેલા મોરબી શહેરમાંથી પોલીસને ઉકરડા માંથી દારૂ મળી આવ્યો હતો. આ અંગેની મળતી માહિતી મુજબ મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ સોસાયટી નજીક બી ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી નવઘણ ઉર્ફે ભોલિયો મનુભાઈ ડુંગરાને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતા રામ કૃષ્ણ સોસાયટી નજીક ઉકરડામાથી રુ.18 હજારની કિંમતની 40 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ફરાર વધુ એક આરોપી શનિ ઉર્ફે વેલો રમેશભાઈ લાલુંકિયાની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...