શીલમાં શાંતિ ડહોળતા લોકો સામે કાર્યવાહી કરવા આવેદન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ નજીકના શીલ ગામે એટ્રોસિટી એક્ટની જોગવાઈઓનો દુરુપયોગ કરીને કરવામાં આવતી ફરીયાદ અંગે આગેવાનો સહિત ગ્રામજનોએ રેન્જ આઈ.જી.ને આવેદન પાઠવી આ બાબતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો ગામમાં શાંતિ ડહોળાવાની શંકા વ્યક્ત કરી છે.

મામલતદાર અને ડીવાયએસપીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે શીલમાં તમામ ગ્રામજનો ભાઈચારાથી રહેતા હતા અને વાર, તહેવારો હર્ષોલ્લાસથી ઉજવતા હતા. પરંતુ એકાદ માસ પહેલા અમુક વિઘ્નસંતોષી માણસોએ વૈમનસ્ય પૂર્વક જાતિવાદ ઊભો કરીને સમાજમાં ભાગલા પડે તેવી સ્થિતિ સર્જી આગેવાનો રાજાભાઈ હીરાભાઈ ભરડા અને લક્ષ્મણભાઈ જાદવભાઈ ભરડા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની જોગવાઈનો દુરુપયોગ કરીને ખોટી ફરીયાદ કરવામાં આવી હતી. જેના કારણે ગત તા.12 જાન્યુઆરીએ ગામ સજ્જડ બંધ રહ્યું હતું.

દરમિયાન પોલીસતંત્ર અને આગેવાનોની સમજાવટથી બીજા દિવસે ધંધા, રોજગાર પૂર્વવત થયા હતા. બાદમાં પણ અમુક બહારનાં આગેવાનો દ્વારા ઉશ્કેરણી કરાતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. આવા અનેક મુદાને લઇ રજુઆત કરી હતી. તેમજ ગામમાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે શાંતિ ડહોળતાં અમુક શખ્સો સામે પગલા લેવાની માંગ કરી છે. આમ શાંતિ ડહોળતા લોકો સામે કાર્યવાહી થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...