ઊનાનાં ઓલવાણમાં પત્નીને તેડવા આવેલ પતિ પર સાસરિયાનો હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાણ ગામે રહેતા પ્રવિણભાઇ કાળાભાઇ બાંભણીયાની પત્નિ જાહીબેન ઓલવાણ ગામે તેના માવતરના ઘરે જતી રહેલ હોવાથી પ્રવિણભાઇ પત્નિને તેડવા ગયેલ અને ત્યાં સમાધાનની વાતચીત ચાલુ હતી. ત્યારે ઉશ્કેરાઇ ગયેલા તેમના સસરા ભીખા માંડણ દમણીયા તેમજ સાળા ભરત ભીખા દમણીયા અને ભાવેશ ભીખા દમણીયા આ ત્રણેય શખ્સોએ ભુંડી ગાળો કાઢી લાકડી, પથ્થર તેમજ તલવાર વડે માથાના ભાગે એક ઘા મારી દીધી હતો. જેથી તેને લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ઊના સરકારી હોસ્પિટલમાં ખસેડેલ હતા. આ અંગે પ્રવિણભાઇએ સસરા તેમજ સાળાઓ ત્રણેય વિરૂધ્ધ નવાબંદર પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...