તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંગડા ગામે રહેતા શૈલેષકુમાર સવજીભાઇ મકવાણા નામના શ્રમિક યુવાનને

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંગડા ગામે રહેતા શૈલેષકુમાર સવજીભાઇ મકવાણા નામના શ્રમિક યુવાનને પોતાના જ્ઞાતિમાં યુવતી મળતી ન હોય જેથી તેણે ભરૂચનાં રાજુ નામના દલાલનો શૈલેષના મોટાભાઇના સસરા મારફતે સંપર્ક કરી સુરત ખાતે રહેતા અતુલભાઇ વેકરીયા મારફતે રાજુ ઉર્ફે સલીમના કહેવાથી મીના ઉર્ફે મુશ્કાન રમેશભાઇ વસાવા નામની યુવતી સાથે રૂ. 1.30 લાખ આપીને ગત તા.29 નવેમ્બરનાં સ્ટેમ્પ પર લખાણ તેમજ જરૂરી કાગળો રજુ કરી લગ્ન કર્યા હતાં. અને ત્યાર બાદ મીના અને તેના સંબંધીઓ સાથે સુરત આવેલા અને ત્યાં બધાની હાજરીમાં બે તોલા સોનાનો ચેન, પેન્ડલ, ચોનાની બુટી, સોનાનો દાણો, ચાંદીના વડા, ડ્રેસ, કટલેરી વગેરે રૂ. 1.50 લાખનો માલ સામાન દાગીના પહેરાવીને તા.31 નવે. 2019 ઊનાના ગાંગડા ગામે શૈલેષ સવજીભાઇ મકવાણાના ધરે લાવતા પરીવારજનોમાં ખુશી છવાઇ ગઇ હતી. અને મીનાને રીત રિવાજ મુજબ લગ્ન કરવાનુ કહેતા પોતાના આધારકાર્ડ અને બીજા કાગળો મામા રાજુભાઇ પાસે હોય જેથી ભરૂચ જવુ પડશે. ત્યા લગ્ન કરી લેશુ તેવું કહી પંદર દિવસ રોકાયા બાદ તમામ વસ્તુઓ લઇ યુવતી પરત ભરૂચ જતી રહી હતી. ત્યારબાદ શૈલેષ સવજીભાઇ મકવાણાને શંકા જતાં રાજુ અને મીનાએ મીલાપીપણુ કરીને લગ્ન કરવાનો કરાર કરી પોતાના સાથે છેતરપીંડી કરીને રૂ.3 લાખનો ધુમ્બો માર્યો હોવાનું જાણવા મળતાં જ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આમ એક યુવાન સાથે યુવતીએ છેતરપીંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો