તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલભીપુરના રંગપર ગામે શહિદ જવાનોને વૃક્ષો થકી જીવિત કરાશે : શહિદોને પાઠવાઈ અંજલી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ વવલભીપુર તાલુકાના રંગપર ગામે આવેલા શહિદ વનમાં દરેક શહિદોના નામે એક વૃક્ષ તૈયાર થાય તે રીતે એક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વૃક્ષો અને પિંજરાની સહાય વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરેક વૃક્ષના જતન માટે અેક વૃક્ષ દીઠ 500 રૂપિયાની રકમ નક્કી કરવામાં આવેલી છે. આશરે 200 વૃક્ષ પ્રેમીઓની આર્થિક સહાયથી 360 વૃક્ષો પર તે વૃક્ષ પ્રેમીનું આજીવન નામ રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બાકીનાં વૃક્ષો પર કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામાં શહિદ થયેલા 44 જવાનોની કાયમી યાદગીરી માટે 44 વૃક્ષોમાં પ્રત્યેક સૌનિકનું નામ અપાશે. જેમ સૈિનકના યુનિફોર્મ પર તેની નેમ પ્લેટ હોય તેમ 44 વૃક્ષો પર શહિદ જવાનના નામની એક નેમ પ્લેટ લગાવવામાં આવશે. શહિદ જવાનોને આ રીતે વલભીપુરના રંગપર ગામે વૃક્ષ થકી ફરી જીવિત કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો