તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટંકારાના ઓટાળામાં જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી એલસીબીની ટીમે ટંકારા 7 શખ્સને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડ રકમ,મોબાઇલ અને જુગાર સહિત્ય મળી કુલ રૂ 3.74 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બાદમાં વધુ તપાસ માટે આરોપીઓને ટંકારા પોલીસ સ્ટેશન હવાલે કર્યા હતા.

બનાવની મળતી માહિતી મુજબ મોરબી એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ટંકારાનાં ઓટાડામાં ગામની સીમમાં અશ્વિન કરશન પટેલની વાડીમાં જુગાર રમતા હોવાની બાતમીનાં આધારે એલસીબીએ દરોડો પાડી અશ્વિન કરશન પટેલ, ભાવેશ શાંતીલાલ દેસાઈ, ભાસ્કર સુંદર દેસાઈ, ભરત કરશન કકાસનીયા, ભરત ગોરધન સવસાણી, બાબુ રુગનાથ ભાડજા, રાજેશ બચુ કાસુન્દ્રા, સહિતનાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રકમ, મોબાઇલ અને જુગાર સાહિત્ય સહિત રૂ.3.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વધુ તપાસ માટે આરોપીઓને ટંકારા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.

ભુજના આદીપુરમાં ક્રિકેટ સટ્ટાના મોટા રેકેટનો પર્દાફાશ
આદીપુરમાં 27.75 લાખના મુદ્દામાલ સાથે રાજકોટ-મોરબીના 9 બુકી ઝબ્બે
એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું
ક્રાઇમ રિપોર્ટર|ગાંધીધામ

આદિપુરના વોર્ડ-3માં આવેલા મૈત્રી બંગલાના 3/બી બંગલામાં ચાલી રહેલા આઇપીએલ સટ્ટાના મોટા રેકેટનો પુર્વ કચ્છ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન દ્વારા પર્દાફાશ કરી કોમ્યુનિકેશન કોન્ફરન્સ મશીન, રોકડ, વાહનો તેમજ મોબાઇલ અને લેપટોપ સહિત કુલ રૂ.27,75,000 ની કીંમતના મુદ્દામાલ સાથે 10 આરોપીઓને પકડી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ બાબતે ભુજ સાયબર સેલ તથા પુર્વ કચ્છ એસઓજીના પીઆઇ જે.પી.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બોર્ડર રેન્જ આઇજી ડી.બી.વાઘેલાને બાતમી મળી હતી કે, આદિપુર ખાતે મૈત્રી બંગલો વિસ્તારમાં આવેલું બી/3 નંબરનું મકાન મોરબીના વાગપરાની શેરી ન઼બર 6 ખાતે રહેતો અબ્દુલ હમીદ ઉર્ફે સુમન આદમભાઇ ચાનિયાએ ભાડે રાખ્યું છે અને બહારથી બોલાવી આ મકાનમાં આઇપીઅેલ-2019ની રમાતી મેચો ઉપર સટ્ટો રમાડે છે, આ બાતમીના આધારે એસપી પરિક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ટીમ બનાવી દરોડો પાડ્યો હતો જેમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમી રહેલા 10 આરોપીઓને 4 કોમ્યુનિકેશન કોન્ફરન્સ મશિનો, લેપટોપ, મોબાઇલ, રોકડ રકમ, એલઇડી ટીવી ચાર કાર સહિત કુલ રૂ.27,75,000 ના મુદ્દામાલ સાથે પકડી તેમના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ કામગીરીમાં એસઓજી પીઆઇ સાથે એલસીબીના પીએસઆઇ એમ.એસ.રાણા, એ.પી.જાડેજા, એસઓજી પીએસઆઇ એન.એન.રબારી, એલસીબી એએસઆઇ પ્રવિણ પલાસ, દેવરાજ આહીર, નરશી પઢિયાર, પુષ્પરાજસિંહ ગોહિલ,પ્રહલાદસિંહ ચુડાસમા, કોન્સટેબલ બલભદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, એસઓજીના એએસઆઇ રમજુ રાયમા, હેડકોન્સટેબલ દેવાનંદ બારોટ, તખતસિંહ સિંધવ, અજયસિંહ ઝાલા જોડાયા હતા.

જસદણમાં જાનીસાર દરગાહ પાસે ગંદાં પાણીની રેલમછેલ
ભાસ્કર ન્યૂઝ | જસદણ.

જસદણમાં ગોકુલચોક પાસે આવેલ જાનીસાર દરગાહ નજીક જ ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાતા જાહેરમાર્ગ પર ગટરના પાણીની રેલમછેલ જોવા મળી હતી. જેના લીધે રહિશોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતુ. દરગાહની ફરતે ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું હતું. છતાં જવાબદાર નગરપાલિકા તંત્રના પેટનું પાણી પણ નહી હલતા ભાવિકોમાં નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

જસદણમાં ગોકુલચોક પાસે આવેલ જાનીસાર દરગાહ નજીક ઉભરાયેલી ગટરનું પાણી દરગાહથી લઈને આંબેડકરચોક સુધી ફરી વળ્યું હતુ. જોકે આ અંગે વિસ્તારવાસીઓએ જસદણ નગરપાલિકામાં જાણ કરતા જવાબદારો દ્વારા નગરપાલિકાનું જેટીંગ મશીન ખરાબ હોવાથી ગટર સાફ થઇ શકે તેમ નથી તેવા ઉડાવ જવાબો આપી દેવાતા નગરપાલિકા સામે લોકોમાં રોષ ફેલાયો છે. જેટીંગ મશીન રીપેરીંગ કરવામાં પણ પાલિકાને આચારસંહિતા નડે છે ? તેવો લોકોમાં સવાલ ઉભો થયો છે.

સૌરાષ્ટ્ર
આ આરોપીઓ આઇપીએલ મેચ ઉપર સટ્ટો રમતા પકડાયા
સુમન આદમભાઇ ચાનિયા મોરબી

ભાવેશ જગદિશભાઇ પંડયા રાજકોટ

બબો ગુલામભાઇ ચાનિયા મોરબી

ઇસ્માઇલ નુરમામદ ચાનિયા મોરબી

સોકત અલારખા ચાનિયા મોરબી

રહિમ જુમાભાઇ ચાનિયા રાજકોટ

યુનુસ કાસમભાઇ સિંધી મોરબી

આસિફ તૈયબભાઇ આધમ મોરબી

ફારૂક અબુભાઇ પોપટાણી ભાવનગર

મૌસીમ મહમ્મદભાઇ માંજોઠી મોરબી

પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ
મોબાઇલ ફોન રૂ.2,49,500

લેપટોપ રૂ.1,05,000

એલઇડલ ટીવી રૂ.44,000

કોમ્યુ.કોન્ફરન્સ મશિન રૂ.95,000

રોકડ રકમ રૂ.54,200

અન્ય સાધન સામગ્રી રૂ.7,800

ચાર વાહનો (કાર) રૂ.22,20,000

IPL અને ચૂંટણી પર કરોડોનો સટ્ટો
સમગ્ર ગુજરાતમાં હાલ બુકીઓને કમાવાના દિવસો હોય તેમ આઇપીએલ અને લોકસભા ચૂંટણી પર કરોડોનો સટ્ટો રમાઇ રહ્યો છે. પોલીસ માત્ર દારૂના વેચાણ પર રોક લગાવવામાં સફળ રહી છે. પરંતુ પોલીસના લાંબા હાથ હજુ સુધી બુકીઓ સુધી પહોંચ્યા નથી.

વ્યાજે લીધેલી રકમની પઠાણી ઉઘરાણીના કારણે ભર્યું પગલું
હાપામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત કરવા પ્રયાસ
ભાસ્કર ન્યૂઝ|જામનગર

જામનગર નજીક હાપામાં રહેતી એક પરીણીતાએ ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાનનો પ્રયાસ કરતા દાઝી જવાથી સારવાર માટે જી. જી. હોસ્પિ.માં ખસેડાઇ હતી.ભોગગ્રસ્તના પતિએ આઠેક શખ્સો પાસેથી આઠેક લાખથી વધુ રકમ વ્યાજે લીધી હોવાથી તેની પઠાણી ઉધરાણી મામલે ત્રાસના કારણે મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ પોલીસમાં જાહેર થયુ છે. તમામ સામે મની લેન્ડ એકટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

હાપામાં વેલનાથ સોસાયટીમાં રહેતી સવિતાબેન ભરતભાઇ ઝીંઝુવાડીયાની પરીણીતાએ ઘરે શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપીને અગ્નિસ્નાન કરી લેતા દાઝી જવાથી તાકીદે સારવાર માટે જી.જી.હોસ્પીટલમાં ખસેડાઇ હતી. આ બનાવની પંચે પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ હોસ્પીટલ ખાતે દોડી આવી હતી. ભોગગ્રસ્ત મહીલાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યુ હતુ કે, પતિએ જુદા જુદા આઠેક શખ્સ પાસેથી આઠેક લાખથી વધુ રકમ વ્યાજે લીધી હતી.જેનુ સમયાંતરે વ્યાજ ચુકવ્યું હતું. જો કે, આમ છતા વ્યાજ સાથે મુદલની પઠાણી ઉઘરાણી મામલે ફોનમાં ગાળો ભાંડી અપાતા ત્રાસના કારણે આ પગલુ ભર્યાનુ જણાવ્યુ હતુ. ફરીયાદ પરથી પોલીસે યુવરાજસિંહ, રાજદિપસિંહ જાડેજા, ભગવતસિંહ જાડેજા, હંસાબેન નાનજીભાઇ, યુસુફ દલ, જીતુ નાનજીભાઇ, હરપાલસિંહ ઝાલા અને જયદિપસિંહ જાડેજા સામે ગુનો નોંધ્યો હતો.

પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી
કારજમાં કેમ આવ્યો ? કહી યુવાન પર 4 શખ્સનો હુમલો
ક્રાઇમ રીપોર્ટર | અમરેલી

બગસરા તાબાના માણેકવાડા ગામે રહેતા એક યુવકને કારજમા કેમ આવેલ છો કહી ચાર શખ્સોએ પાઇપ વડે મારમારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવક પર હુમલાની આ ઘટના બગસરા તાબાના માણેકવાડા ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા રત્નાભાઇ જેસીંગભાઇ પરમાર (ઉ.વ.58)ના ઘરે મધુભાઇ બીજલભાઇ, રસીકભાઇ મધુભાઇ, ચંદુભાઇ બીજલભાઇ, ભાણાભાઇ વિગેરે ઘરે આવી બનેવી ભીખુભાઇ શંભુભાઇના કારજમા તમે કેમ આવેલ તેમ કહી બોલાચાલી કરી હતી.

બામા ગાળો આપી લોખંડના પાઇપ વડે હુમલો કરી મારમાર્યો હતો. આ ઉપરાંત તેમના દિકરા અશ્વિનને પણ મારમાર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે જે.કે.ડામોર તપાસ ચલાવી રહ્યાં છે.

ઘાતક હથિયારો બતાવી ધમકી આપી: સામસામી રાવ
બસ રિપેરિંગ કરવા મુદ્દે STના કર્મચારીઓ વચ્ચે થઇ મારામારી
ક્રાઇમ રીપોર્ટર | અમરેલી

અમરેલીમા એસટી વર્કશોપમા એસટી બસ રિપેરીંગ કરવા મુદ્દે કર્મચારીઓ વચ્ચે મારામારી સર્જાઇ હતી. છરી, પાઇપ જેવા હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી અપાતા આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

એસટી કર્મચારીઓ વચ્ચે મારામારીની આ ઘટના અમરેલીમા બની હતી.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ચંપુભાઇ હાથીભાઇ વાળા નામના કર્મીને શિવરાજ વાળા, જયદીપ બસીયાએ કહેલ કે અમારી એસટી બસ રિપેરીંગ કરાવી આપો તેમ કહેતા ચંપુભાઇએ કહ્યું કે હું સાહેબને વાત કરી બસ રિપેરીંગ કરાવી આપીશ તેમ કહેતા કુલદીપભાઇ સહિત ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતા અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

જયારે આ જ મુદ્દે જયદીપભાઇ નાજભાઇ બસીયાએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ચંપુભાઇ હાથીભાઇ, ગંભીરભાઇ હાથીભાઇ, ઉદયભાઇ અને શિવરાજભાઇએ ગાળો આપી છરી તેમજ લોખંડનો પાઇપ કાઠી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બારામા પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોટું મશીન રિપેર થઈને આવે ત્યાં સુધી રાહ જોવી પડશે
આ ગટર ઘણા ટાઈમથી બ્લોક છે અને અમારા માણસોએ અગાઉ ત્રણ-ચાર વખત ગટર પણ સાફ કરી હતી. ત્યાં નાનું મશીન ચાલતું નથી, જેથી મોટું મશીન રિપેરીંગમાં ઝડપથી જાય તેવું અમે કરીએ છીએ. અત્યારે સળિયા નાંખીને સાફ કરવાની ટ્રાય કરવી છે જો તેનાથી થઈ જાય તો પ્રશ્ન ઉકેલાય શકે છે. હવે જ્યારે મોટું મશીન રિપેર થઈને આવે ત્યાં સુધી રાહ જોવી પડશે અને ત્યાં સુધી આ પ્રશ્નનું સંપૂર્ણ નિરાકરણ થઇ શકશે નહીં તેમ ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ જણાવ્યુ હતું.

શેલ ખંભાળિયાના યુવકને 3 શખ્સે માર માર્યો, ફરિયાદ
ક્રાઇમ રીપોર્ટર | અમરેલી

ધારી તાબાના શેલ ખંભાળીયા ગામે જુના મનદુખમા યુવક પર 3 શખ્સોએ લાકડાના ધોકા વડે મારમારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ચલાલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. જસુભાઇ બિચ્છુભાઇ વાળા નામના યુવકને જુના મનદુખના કારણે અનક કાળુભાઇ વાળા તેમજ અજાણ્યા બે શખ્સોએ મળીને લાકડાના ધોકા વડે મારમારી ઇજા પહોંચાડતા ફરિયાદ નોંધાઇ હતી, પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

સૌરાષ્ટ્રના આકાશમાં ત્રીજા દિવસે પણ વાદળોનું રોકાણ
સૈરાષ્ટ્રમાં ગોંડલ, જસદણ, મોટાદડવા સહિતના પંથકમાં સોમવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘાવી માહોલ છવાઇ ગયો હતો અને મંગળવારે માવઠુ વરસ્યુ હતુ. બુધવારે ત્રીજા દિવસે પણ આકાશમાં વાદળોએ રોકાણ કર્યુ હોય તેમ સર્વત્ર વાદળો છવાયેલા દેખાયા હતા. સૂર્યનારાયણ પણ વાદળો પાછળથી ડોકિયું કાઢતા હોય તેવો નજારો જોવા મળતો હતો.

લીલિયા તાબાના લોકી ગામની ઘટના
ઘઉં કાઢતી વખતે થ્રેશરમાં ચૂંદડી ફસાતા કિશોરીનું મોત નીપજ્યું
જૂના સાવરની ખેતમજૂર કિશોરીને કાળ ભેટી ગયો
ક્રાઇમ રીપોર્ટર | અમરેલી

સાવરકુંડલા તાબાના જુના સાવરની કિશોરી લોકી ગામે થ્રેસરમા ઘઉં કાઢવાનુ કામ કરી રહી હતી તે સમયે ચુંદડી થ્રેસરમા ફસાઇ જતા ગંભીર ઇજા થવાથી તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

ખેતમજુરીનુ કામ કરતી વખતે કિશોરીના મોતની આ ઘટના લીલીયા તાલુકાના લોકી ગામે બની હતી.

સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામની જયા તેજાભાઇ ધોળકીયા (ઉ.વ.17) નામની કિશોરી લોકી ગામની સીમમા ઘઉં કાઢવાના થ્રેસરમા મજુરી કામ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. કામ કરતી વખતે અકસ્માતે તેની ચુંદડીનો છેડો થ્રેસરમા ફસાઇ ગયો હતો.

જેના કારણે આ કિશોરી પણ થ્રેસરમા ફસાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. પરંતુ તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

બનાવ અંગે કિશોરીના પિતા તેજાભાઇ લાખાભાઇ ધોળકીયાએ લીલીયા પોલીસને જાણ કરી હતી.

હેડ કોન્સ્ટેબલ એસ. સી. ગોહિલ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

રાજકોટ ગુરુવાર 18 એપ્રિલ, 2019 | 3
જાનથી મારી નાખવાની ધમકી
વોટ્સએપમાં મેસેજ કરવા મુદ્દે યુવક પર ત્રણનો હુમલો
પાઇપ અને પથ્થરનાં છૂટા ઘા મારી ઇજા
ક્રાઇમ રીપોર્ટર | અમરેલી

લાઠી તાબાના નારણગઢ ગામે રહેતા એક યુવકને વોટસએપમા મેસેજ કરવા મુદ્દે બોલાચાલી કરી ત્રણ શખ્સોએ પાઇપ અને પથ્થરના છુટા ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા દામનગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવક પર હુમલાની આ ઘટના લાઠીના નારણગઢ ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા કિપાલભાઇ લખુભાઇ પટગીર નામના યુવકને પાર્થ જુજારભાઇ પરમાર સાથે વોટસએપમા મેસેજ કરવા મુદે બોલાચાલી કરી જુજારભાઇ પરમાર, પ્રશાંતભાઇ જુજારભાઇ નામના શખ્સોએ કિપાલ અને હેનીલને પાઇપ અને પથ્થરના ઘા મારી ઇજા પહોંચાડી હતી, આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમણે આ બારામા દામનગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

પોલીસે રૂ. 3100નો મુદ્દામાલ કબજે કર્યો
દરેડ ગામે ખેતીના સાધનની ચોરી કરતી મહિલા ઝડપાઇ
બે મોટરના તાતર, બોરની બારીની ચોરી
ક્રાઇમ રીપોર્ટર | અમરેલી

બાબરાના દરેડમાં ખેતરમાંથી ખેતીના સાધનની ચોરી કરતી મહિલા ઝડપાઇ હતી. બાબરા પોલીસે રૂ. 3100નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરેડમાં રહેતા દેવરાજભાઈ નાથાભાઈ માકડાના ખેતરમાં બાબરામાં રહેતા જાનવીબેન મકવાણા જઈ ખેતરમાં રેહલા લોખંડનો ભંગાર ચોરી કરતા રંગે હાથ ઝડપાય ગયા હતા. જેના પગલે દેવરાજભાઈએ બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા પાસેથી બે મોટરના તાતર, બોરની બારી, સાતીને બાંધવાનાં લોંખંડના ટુકડા, મોટરની પુલી સહિત રૂ. 3100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરેડ ગામમાં ખેતરમાં ચોરી કરતી મહિલા ઝડપાતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો હતો.

પોલીસે મહિલા વિરૂધ્ધ ફરિયાદ નોંધી જેલ હવાલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...