ટંકારામાં વૃધ્ધ દંપતી પર હુમલો કરનાર ત્રણને સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે ગત ૨ જુન 2013ના રોજ વૃધ્ધ ખેડૂત ટપુભાઈ દેવકરણભાઈ જીવાણી સીમમા આવેલા પોતાના ખેતરમાં પત્ની ધનગૌરીબેન અને પુત્રી ભારતીબેન સાથે ખેતી કામ કરતા હતા. ત્યારે સ્થાનિક ગામડાના ખેડૂત નાગજી ઉર્ફે ભગવાનજી ટપુભાઈ ઉપરાંત કિશન ઉર્ફે કિશોર ટપુભાઈ, રમેશ ટપુભાઈ, નીરવ રમેશભાઈ, મિતેષ રમેશભાઈ, દિલીપ ગોવિંદભાઈ અને ધર્મેન્દ્ર ગોવિંદભાઈ સહિતના સીમમા ધસી આવ્યા હતા. અને વૃધ્ધ ખેડૂત અને તેમના પત્નિ, પુત્રી સાથે ઝઘડો ચાલુ કરી તેઅો કંઈ સમજે તે પહેલા પિયતના પાણીનો પાળો તોડવાનુ આળ લગાડી લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો.

જે કેસ ટંકારા કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા ત્રણ આરોપીઅોને કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા. જેમા, રમેશ ટપુભાઈ અને કિશોર ટપુભાઈ આરોપીને ત્રણ વર્ષની સજા તથા દંડ ઉપરાંત, નાગજી ઉર્ફે ભગવાનજી ટપુભાઈને બે વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...