ઉમરાળા સરકારી માધ્યમિક શાળામાં યોજાયો સેમિનાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાળામાં કાર્યરત થયેલી ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાપ્રવાહની શાળામાં તાજેતરમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે ધો.10 પછી શું? તે વિષય અંગે વિસ્તૃત છણાવટ સાથેની જાણકારી અને માર્ગદર્શન અપાયું હતું.ઉમરાળા તાલુકાનાં વિદ્યાર્થીઓને ઘર આંગણે જ વિજ્ઞાન પ્રવાહનાં ગૃપ-A અને Bમાં નજીવી ફી ભરીને પ્રવેશ મળી શકે તેવા હેતુથી ઉમરાળામાં નવી ઉચ્ચ માધ્યમિક શાળા શરૂ કરાઈ છે. ઉપરાંત ભવિષ્યમાં અદ્યતન બિલ્ડીંગ બાંધવાનું આયોજન પણ કરાયું છે ત્યારે ઉમરાળા સહિત આ તાલુકાનાં ગરીબ અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓને સુવિધા પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...