તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં પસંદગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીંછિયા : અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દેશભરમાં છાત્રોને ધાર્મિક ગ્રંથોનું વાંચન કરાવી બાદમાં તેની પરિક્ષાઓ યોજી આવનારી પેઢીમાં ભારતિય સંસ્કૃતિના મુલ્યો અને માનવ જીવનમાં તેની મહતા સમજાવવાની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં વાંકાનેરની શાળામાં ભારતિય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાનું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં એમ.બી.અજમેરા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ જયદિપ એ. રોજાસરા, હિરલ જે. ડેરવાળીયા, હર્ષ આર. ગાબુ અને આરતિ એમ. કુમરખાણીયાએ શાળાના શિક્ષીકા બહેનો રીટાબહેન પટેલ, સોનલબહેન પટેલ અને વૈશાલીબહેન કરકરના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. જેમાં જયદિપ એ. રોજાસરાએ જિલ્લા કક્ષાની આ પરિક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ પસંદગી પામતા શાળાના આચાર્ય બળવંતસિંહ પરમારે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...