તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિહોર- મેઘવદર રોડના ટુંકા ગાળામાં જ બેહાલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સિહોર-મેઘવદર રોડ સાવ બિસ્માર હાલતમાં હોવા છતા તંત્ર સાવ ઘોરનિદ્રામાં હોય તેવું લાગી રહયું છે. સિહોર સાથે સંકળાયેલ મેઘવદર, જાળીયા, કનાડ, કરકોલીયા સહીતનાં આઠ થી દસ ગામોને લોકો અવરજવર અને પરિવહન માટેનો આ માત્ર એક જ રસ્તો છે.

સિહોરના રેસ્ટહાઉસથી ભૂતા કોલેજ સુધીનો રસ્તો સાવ ભાંગીને ભુકકો થઇ ગયો છે. ઠેર ઠેર ખાડા ખડીયા, બાવળના ઝુંડ તેમજ અનઅધિકૃત મકાનો બનાવેલ છે તે લોકોએ નળનું પાણી લઇ જતી લાઇન ખોદવા માટે અનેક જગ્યાએ ખાડાઓ ખોદીને સરકારી સંપતિને ઠેર ઠેર નુકશાન કરી, રોડનું નામ નિશાન મિટાવી દીધુ છે છતાં તંત્ર બાબતે કેમ મૌન છે ? તેવો મસમોટો પ્રશ્ન લોકમુખે ચર્ચાય રહયો છે.

સિહોર – મેઘવદર રોડ હજી હમણાં જ બન્યો છે એક વર્ષ પણ વિત્યું નથી અને રોડની બિસ્માર હાલત થઇ ગઇ છે ત્યારે રોડ સાથે સંકળાયેલ આ તમામ ગામના આગેવાનો રહીશોએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો