પ્રા.શાળાની વિદ્યાર્થિનીનુંં જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં દ્વિતીય સ્થાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણ:ત્રંબાની ભરાડ વિદ્યાપીઠ ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં જસદણ તાલુકાની નાની લાખાવાડ ગામની પ્રાથમિક શાળાની ધોરણ-8 ની વિદ્યાર્થીની રોજાસરા સારીકા સંજયભાઈનો ચિત્રકલા સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને જુનિયર વિભાગમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વિદ્યાર્થીનીએ નાની લાખાવાડ પ્રાથમિક શાળાનું અને ગામનું ગૌરવ વધાર્યું હતું. આ તકે ગામના સરપંચ હમીરભાઈ સરિયા અને શાળાના આચાર્ય સુનિલભાઈ ડોબરીયાએ રોજાસરા સારીકાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી.
અન્ય સમાચારો પણ છે...