તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિહોરવાસીઓ આરોગ્ય પ્ર્ત્યે ચિંતિત : ઝંખી રહ્યાં છે જોગીંગ પાર્ક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજના ફાસ્ટ દોડતા યુગમાં લોકોનું બેઠાડું જીવન થઇ ગયું છે. શારીરિક શ્રમ ઓછો થઇ ગયો છે. જેને કારણે માનવ શરીરમાં ઘણા રોગો દાખલ થઇ શકે છે. આથી શરીર અને મન દુરસ્ત રાખવા યોગ અને કસરત જરૂરી બની ગયા છે. આથી સિહોરમાં જોગિંગ પાર્ક બનાવવાની માંગ ઊઠી છે.

સિહોર એક ઔધોગિક શહેર છે. ઉપરાંત આ શહેરની મધ્યમાંથી રાજય ધોરીમાર્ગ પણ પસાર થાય છે. આથી આ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ખાસ્સું રહે છે. રાજય ધોરી માર્ગને કારણે રોડ પર વાહનોની દિવસ-રાત સતત ભરમાર રહે છે. એટલે લોકો સવારમાં મોર્નિંગ વોક માટે રોડ પર નીકળતા પહેલાં ભયનો અનુભવ કરે છે. આથી સિહોરમાં સરકારી પડતર ઉપર કે નગરપાલિકા હસ્તકની જમીનમાં જોગિંગ પાર્ક બનાવવાની તાતી આવશ્યકતા ઊભી થઇ છે.

સિહોરમાં હાઇ-વે પર દાદાની વાવ નજીક આવેલ ગાયત્રીનગર પાસે જોગિંગ પાર્ક બનાવવા માટેની પૂરતી જગ્યા છે. અહીં જો જોગિંગ પાર્ક બનાવવામાં આવે તો નગરજનોને તેનો પૂરતો ફાયદો મળી શકે. સિહોરમાં જોગિંગ પાર્ક બને સિહોરવાસીઓને આરોગ્યની દષ્ટિએ ઘણો મોટો ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો