Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણના વાઘેલા ગામમાં શરૂ થશે સાયન્સ કોલેજ, 120 સીટની મંજૂરી
સુરેન્દ્રનગર જિલ્લામાં ગામડાઓના વિદ્યાર્થીઓને સાયન્સ કોલેજના અભાવે મુશ્કેલી પડતી હતી. ત્યારે વઢવાણ તાલુકાના વાઘેલા ગામમાં સાયન્સ કોલેજને મંજૂરીની મહોર લાગી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએસસીના ત્રણ વર્ષ માટે 120 સીટો મળતા ગ્રામ્ય પંથકમાં આનંદની લાગણી છવાઇ છે.
શિક્ષણનગરી સુરેન્દ્રનગરમાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ એન્જિન્યરીંગ, ફાર્મસી, મેડીકલ અભ્યાસ માટે આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધીમેધીમે ઘટી રહી છે. ત્યારે ગામડાઓના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ તરફ વાળવા માટે વઢવાણ તાલુકાના વાઘેલા ગામમાં સાયન્સ કોલેજને મંજૂરીની મહોર વાગી છે. આ અંગે વી.કે.વોરાએ જણાવ્યુ કે વઢવાણ - વાઘેલા રોડ પર જીવનજ્યોત ટ્રસ્ટ દ્વારા આશ્રમશાળા, બીએડ કોલેજ કાર્યરત છે.જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સાયન્સ કોલેજની નવાસત્રથી મંજૂરી મળી છે. જેમાં 120 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. હાલ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવાની તક મળશે આ ઉપરાંત ગરીબ અને ગામડાના વિદ્યાર્થીઓને ગ્રામ્ય વાતાવરણમાં અભ્યાસ કરવાની તક મળશે.
છાત્રોને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવાની તક મળશે