તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાતરપરાના ખેડૂતોને પાક વિમો ન મળતા આંદોલનની ચિમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાના કાતરપરા ગામના ખેડૂતોને પ્રધાનમંત્રી વિમા યોજના હેઠળ નુકશાનીનો સર્વે થયા બાદ હજુ સુધી પાક વિમો ચુકવાયો ન હોય ખેડૂતોમા રોષ જોવા મળી રહ્યો છે. ખાંભા તાલુકાના કાતરપરાના સરપંચ કાળુભાઇ દ્વારા કલેકટરને લેખિતમા રજુઆત કરી જણાવ્યું હતુ કે ગામમાં બે માસ પૂર્વે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ આ વર્ષે પડેલા ભારે વરસાદના પગલે સર્વે કરવામાં આવ્યું હતું. જયારે તમામ ખેડૂતોને વ્યાપકપણે નુકશાન થયું છે. તે અંગે ખુદ સર્વેમાં પણ સામે આવ્યું હતું. આ સર્વેની કામગીરી બે માસ પહેલા કરી નાખવામા આવી છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ જ સહાય મળી ન હોય તે જોતા આગામી દિવસોમાં હજુ સહાય મળશે કે કેમ તે અંગે પણ આ ગામના ખેડૂતો અસમંજસમા પડી ગયા છે.

સરપંચની આગેવાનીમાં વીમા કંપની અને લાગતા વળગતા અધિકારીઓને 10 દિવસનો સમય આપી મળવા પાત્ર વીમાની રકમ નહીં ચૂકવવામાં આવે તો 10 દિવસ બાદ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તમામ ખેડૂતો આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્રના બહેરા કાને ખેડૂતોનો અવાજ સંભળાય છે કે પછી પોતાના હક માટે નાછૂટકે ઉપવાસ આંદોલન કરવા મજબુર કરવામાં આવશે ?.

અન્ય સમાચારો પણ છે...