તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી એસ.બી.આઈ બેંકના કર્મચારીઓની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી એસ.બી.આઈ બેંકના કર્મચારીઓની જો હુકમી, લેઈટ લતીફી, લોકો સાથે કરવામાં આવતી ગેરવર્તણૂંક સહિતના પ્રશ્નોથી પરેશાન જનતાએ બેંક વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

લીંબડી જૂની સોસાયટીમાં આવેલી એસ.બી.આઈ બેંકને રેલવે સ્ટેશન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં મર્જ કરવામાં આવી ત્યારથી બેંક કોઈને કોઈ વિવાદ થયા જ કરે છે. બેંકમાં ટુંકી જગ્યાને કારણે ગ્રાહકો હેરાન થતાં જ હતા અને તેમાં બીજી બ્રાન્ચના ગ્રાહકો પણ ભરતાં પરેશાનીમાં વધારો થયો છે. બેંક ખુલ્લે ત્યારથી બંધ થાય ત્યાં સુધી ગ્રાહકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે. પૈસા ભરવા, ઉપાડવા, પાસ બુકમાં એન્ટ્રી કરાવી જેવા સામાન્ય કામો માટે લોકોને એકથી બે કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે. માંડ માંડ વારો આવ્યો હોય ત્યાં સરકારી બાબુઓનો લંચ કે રિસેષ ટાઈમ થાય અને તે કેટલો લંબાઈ તેનું કોઈ નક્કી નહીં. તા.15 એપ્રિલ બપોરના સમયે બેંક ગ્રાહકોથી ખીચ્ચો-ખીચ્ચ ભરી હતી અને બેંક કર્મીઓનો લંચ સમય થયો ગ્રાહકો રાહ જોઈ બેઠા પરંતુ લંચ ટાઈમ પુરો થયો છતાં સરકારી બાબુની એન્ટ્રી નહીં થતાં અગીયાર વાગ્યાથી લાઈનમાં ઉભેલા લોકો અકળાયા હતા.

અન્ય સમાચારો પણ છે...