તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેંસાણમાં એસબીઆઇનું એટીએમ ત્રણ દિવસથી બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણનાં એસબીઆઇ બેંકનું એટીએમ છેલ્લા ત્રણ દિવસથી બંધ હોય જેને લઇ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે 24 કલાક એટીએમ સેવાની વાતો અહીં પોકળ સાબીત થતી સ્પષ્ટ દેખાય છે.

ભેંસાણમાં આવેલી એસબીઆઇ બેંકનું એટીએમ છેલ્લા ત્રણ દિવસથી બંધ હાલતમાં છે અને જેને લઇ પૈસાની લેવડ - દેવડ કરવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. જોકે બેંક દ્વારા 24 કલાક એટીએમ સેવાની વાતો કરાઇ છે. પરંતુ કયારેક તેમાં પૈસા હોતા નથી તો કયારેક કોઇપણ ખામીને કારણે બંધ કરી દેવામાં આવે છે. ત્યારે છતે પૈસે લોકોને પૈસા વગર રહેવાનું વારો આવે છે. હાલ ગ્રાહકો એટીએમનાં તાળા કયારે ખુલશે તેની રાહ જોઇ રહયાં છે. અરૂણ મહેતા

અન્ય સમાચારો પણ છે...