Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભેંસાણ પંથકના વાંકુના ખારચીયા ગામે સાવજોએ ધામા નાખ્યા છે
ભેંસાણ પંથકના વાંકુના ખારચીયા ગામે સાવજોએ ધામા નાખ્યા છે અને પશુઓના મારણ કરતા હોવાથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભેંસાણના વાંકુના ખારચીયા ગામે સાવજો આવી ચઢ્યા છે અને થોડા દિવસ પહેલા પણ ગૌશાળાની ગાયનું મારણ કર્યુ હતું. ત્યારે જ ફરી શનિવારે આ જગ્યા પર જ સાવજો આવ્યા હતા અને બાલકૃષ્ણ ગૌશાળાની ગાયનું મારણ કર્યુ હતું. આ બનાવને લઇને સરપંચ મંગળુભાઇ વાંક, ભાભલુભાઇ વાંક, દિલુભાઇ વાંક, અમૃતલાલ માથુકીયાએ વન વિભાગને રજૂઆત કરી સાવજોને જંગલ તરફ ખસેડવાની માંગ કરી છે. આ ઉપરાંત રાત્રીના બદલે દિવસ પાળી વિજ પુરવઠો આપવાની માંગને લઇ દોઢ માસ પહેલા રજૂઆત કરી હતી. છતાં આ જ દિન સુધી આ પ્રશ્નોનો હલ કરવામાં ન આવતા ધરતી પુત્રોને ના છુટકે રાત્રીના પાણી વાળવા માટે જવું પડી રહ્યું છે.
અત્રે નોંધનીય બની રહેશે કે, અવારનવાર સાવજો દ્વારા પશુઓના મારણથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.