સાવરકુંડલા સનરાઇઝ શાળાની બાળાઓનો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામા ખાતે તાજેતરમા તાલુકાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરાયુ હતુ. જેમા અહીની સનરાઇઝ શાળાની બાળાઓએ વિવિધ સ્પર્ધામા ભાગ લઇ પ્રથમ ક્રમ મેળવી શાળા અને પરિવારનુ ગૌરવ વધાર્યુ હતુ. કુંડલામા તાલુકા મથકોની શાળાઓ માટે ચિત્ર સ્પર્ધા, કાવ્યલેખન સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધાઓનુ આયોજન કરવામા આવ્યું હતુ. આ તમામ સ્પર્ધાઓમા સનરાઇઝ સ્કુલની બાળાઓએ સમગ્ર તાલુકામા ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. વકતૃત્વ સ્પર્ધામા કોમલ ખુમાણ, કાવ્ય લેખન સ્પર્ધામા પ્રથમ નંબરે હિરવા વ્યાસ તેમજ નિબંધ સ્પર્ધામા પ્રથમ નંબરે માનસી નાકરાણી અને ચિત્ર સ્પર્ધામા ઉર્વશી રામાણીએ મેદાન માર્યુ હતુ. આ તમામ વિજેતાઓને પ્રિન્સીપાલ સોનલબેન મશરૂ તેમજ મેનેજીંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણે અભિનંદન પાઠવ્યા હતા.

આમ, હાલ સરકાર દ્વારા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાય છે. તેમાં આ ત્રણ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યા હતાં.

ઉત્કૃષ્ટ દેખાવ કરતાં સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવાયા. સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...