પાટડીમાં સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ સભા સંપન્ન

Patdi News - satsang meeting in swaminarayan temple in patdi 065510
Patdi News - satsang meeting in swaminarayan temple in patdi 065510

DivyaBhaskar News Network

May 24, 2019, 06:55 AM IST
પાટડીના પ્રમુખ સ્વામિ માર્ગ પર આવેલા અંબિકાનગરના મેદાનમાં ત્રિદિવસીય સ્વામિનારાયણ રાત્રી સત્સંગ સભાનું આયોજન કરાયું હતુ. જેમાં પાટડી સહિત આજુબાજુના ગામોમાંથી પધારેલા શ્રોતાઓને કથાનું રસપાન અને દર્શન લાભ લીધો હતો.

પાટડીમાં જીન રોડ પર સ્કૂલ ઓફ ડિવોશનની સામે બીએપીએસનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર આકાર લઇ રહ્યું છે. આથી એ અંતર્ગત પાટડીના પ્રમુખ સ્વામિ માર્ગ પર આવેલા અંબિકાનગરના મેદાનમાં ત્રિદિવસીય સ્વામિનારાયણ રાત્રી સત્સંગ સભાનું તા. 20 થી 22 મે દરમિયાન આયોજન હાથ ધરાયું હતુ. પૂ.કૌશલમૂનિદાસ સ્વામિએ કથાનું રસપાન રસપાન કરાવતા જણાવ્યું કે, સત્સંગ સભા આપે છે.

જ્ઞાન અને પ્રેરણા, સ્થિરતા અને સંતોષ અને જીવનના જટીલ પ્રશ્નોના ઉત્તરો. સત્સંગ સભા જતન કરે છે. કૌટુંબિક મૂલ્યો, આપણો સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક મૂલ્યોનું સત્સંગ સભામાં ધબકે છે. ત્રિદિવસીય રાત્રી સ્વામિનારાયણ સત્સંગ સભાને સફળ બનાવવા નિતીનભાઇ મેરાણી સહિતના પાટડી બીએપીએસ પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

પાટડીમાં ત્રિદિવસીય સ્વામિનારાયણ રાત્રી સત્સંગ સભાનું આયોજન કરાયુ હતું. તસવીર- મનીષ પારીક

X
Patdi News - satsang meeting in swaminarayan temple in patdi 065510
Patdi News - satsang meeting in swaminarayan temple in patdi 065510
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી