તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોળિયામાં સરપંચ, વેપારીઓએ ગામને સ્વચ્છ રાખવાની નેમ લીધી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાયલાના ડોળીયા ગામે સરપંચ, તલાટી અને ગ્રામજનો અને વેપારી આગેવાનોની બેઠક મળી હતી જેમાં અંદાજીત 50 વેપારીઓને ભારત મિશન અંતર્ગત કચરા ટોપલી આપવામાં હતી દરેક વેપારીની દુકાનેથી તમામ કચરો પંચાયતના કર્મચારી સાઇકલ દ્વારા લઇ જઇને ગામને સ્વચ્છ બનાવવાની નેમ લીધી હતી.

સાયલા તાલુકાના ડોળીયા ગામે 4000ની વસ્તી ધરાવતુ વિકસીત ગામડા તરીકેની આગવી છાપ ધરાવે છે. આજુબાજુના અનેક ગામના લોકોની ખરીદીના કારણે ડોળીયા માર્કેટ બની રહયું છે. ડોળીયાના સરપંચ દિલીપભાઇ પ્રેમજીભાઇ સણોથરા અને તલાટી ભાવીનભાઇ મકવાણા સહિતના સદસ્યોએ ડોળીયા ગામને સ્વચ્છ બનાવવા માટે જહેમત ઉઠાવી રહયા છે. સ્વચ્છ ગામ બનાવવા માટે ગ્રામજનો અને વેપારી આગેવાનોની બેઠક મળી હતી .જેમાં અંદાજીત 50 વેપારીઓને ભારત મિશન અંતર્ગત કચરા ટોપલી આપવામાં હતી. અને સરપંચે દરેક વેપારીઓને કાગળ સહિતનો કચરો કચરા ટોપલીમાં એકત્ર કરવાનું જણાવ્યું હતું. તમામ વેપારીની દુકાનેથી કચરા ટોપલીમાં રહેલો કચરો ગ્રામ પંચાયતના કર્મચારી સાઇકલ દ્વારા લઇ જઇને ગામને સ્વચ્છ બનાવવાની નેમ લીધી હતી.વધુમાં તેમને આગામી દિવસોમાં ઘર ઘરનો કચરો પણ રસ્તે રઝળતો બંધ કરીને ગ્રામજનોને કચરા ટોપલીઓ આપીને સ્વચ્છ ગામ બનાવવાની નેમ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો