તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વોદય સ્કૂલ મોવિયાને વિદ્યાર્થીઓને નેશનલ લેવલે ગોલ્ડ મેડલ મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ : સર્વોદય સ્કૂલ મોવિયાના વિદ્યાર્થીઓ નેશનલકક્ષાની સ્કૂલ ગેમ સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત યમગુંડો અને ડીપ બોક્સિગ સ્પર્ધામાં ચમક્યા હતા. આ સ્પર્ધા નેશનલ લેવલની છતીસગઢ રાજ્યમાં યોજાઇ હતી તેમજ અલગ અલગ 18 રાજ્યની ટીમે ભાગ લીધો હતો. જેમાં સર્વોદય સ્કૂલ મોવિયાના વિદ્યાર્થી ખાનપરા વિવેકે 41 કિલો યમગુંડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તથા અંડર 17 કિક બોક્સિંગ સ્પર્ધામાં 45 કિલોમાં ખુંટ શુભમે બ્રોન્ઝ મેડલ મેળવીને સ્કૂલનું નામ રોશન કર્યું હતું. આ તકે તેમના કોચ ધિયાડ ચેતન તેમજ બંને વિદ્યાર્થીઓને સ્કૂલના ટ્રસ્ટી અંકુરભાઇ દુધાળી અને નરોડીયા સર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...