તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવભૂમિ દ્વારકામાં સરસ્વતી સંગીત ક્લાસિસને પરીક્ષા કેન્દ્રની માન્યતા અપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દ્વારકા ભાસ્કર : ભારતીય પ્રાચિન શાસ્ત્રીય સંગીત, લોક કલા સંસ્કૃતિ ક્યાંકને વિસરાઈ રહી છે ત્યારે આવનારી પેઢી આ કળાને જીવંત રાખે અને જતન કરે તેવા અનોખા પ્રયત્ન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા સંગીતનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય સંગીત કલા સંસ્કૃતિની મહેક પ્રસરાવવા સંગીત કલાના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા માન્ય કલા સંસ્થા સરસ્વતી સંગીત ટ્રસ્ટ ભાટીયા સંચાલિત નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા સરસ્વતી સંગીત ક્લાસિસને પરીક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવી છે. ભાટીયાના દ્વારકેશ સ્કૂલ ઓફ મ્યુઝીકના ડાયરેક્ટર પર્સોતમભાઈ જે. કછેટીયાના હસ્તે સંગીતાબેન બથવારને સંગીત પરીક્ષા કેન્દ્રનું મંજૂરી પ્રમાણપત્ર વગેરે ફાઈલ અર્પણ કરવામાં આવી હતી. સરસ્વતી સંગીત કલાસીસના સંચાલન વગેરે દ્વારા નવગુજરાત સંગીત વિધાપીઠનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સંગીતાબેન બથવાર તથા નયનાબા રાણા દ્વારા સંગીત ક્ષેત્રે ઉમદા સેવા આપનાર પરષોતમભાઇનું શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો