તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીના જેતપૂર રોડ પર ભૂતવડના પાટીયા પાસે આવેલ સંજય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધોરાજીના જેતપૂર રોડ પર ભૂતવડના પાટીયા પાસે આવેલ સંજય ખાંડસરી નામના કારખાનાના પાછળના વિસ્તારમાં આવેલ નરશીભાઈ દામજીભાઈ ની વાડીમાંથી અજાણ્યા યુવાનની હત્યા કરાયેલ લાશ પડી હોવાની પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવાનને માથા પર બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરાય છે. મૃતક યુવાન રાયસિંગ સુમલા ધાણક (ઉ.વ. 30) (રહે. શીલયાવડ, જિ. છોટાઉદયપૂર ) હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મૂજબ ધોરાજીના જેતપુર રોડ પાસે વાડીમાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરાયેલી અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે ખસેડાયો હતો. પોલીસ તપાસમાં મૃતક રાયસિંગ સુમલા ધાણક (ઉ.વ. 30, રહે શીલયાવડ જિ. છોટાઉદયપુર) હોવાનું ખુલ્યું છે. મૃતક શખ્સ તેમના કુટુંબીજનો સાથે ધોરાજીમાં અરવિંદ ઓઈલ મીલમાં મજૂરી કામે આવ્યો હતો.

આ અંગે મૃતકના પત્ની ભીખીબહેને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી 302, 201, 135 સહિતની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો