Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિવરાજપુર પર રેતી શિલ્પ કાર્યક્રમ, આજે છેલ્લો દિવસ
દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે વિકસી રહેલા શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ અતિ રમણીય અને દ્વારકા આવતા પર્યટકો માટે વધુ એક પ્રવાસન સ્થળ તરીકેની ભેટ મળી છે. ત્યારે પ્રવાસીઓને આકર્ષવા માટે તંત્ર દ્વારા અનેક પ્રકારના પ્રોજેક્ટ અમલીકરણમાં મુકવામાં આવી રહ્યા છે.
ત્યારે જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા બે દિવસીય રેતી શિલ્પ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો છે. કાર્યક્રમમાં સમુદ્ર કિનારે કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રેતીમાંથી બનાવી પ્રદર્શન માટે મુકી હતી. જો કે,પ્રથમ દિવસે અધિકારીઓ જ જોવા મળ્યા હતાં.જ્યારે પર્યટકોની પાંખી હાજરી જોવા મળી હતી.
દ્વારકા નજીક શિવરાજપુર પાસે સમુદ્ર કિનારે વિકસી રહેલા શિવરાજપુર બીચ પર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિોઅ હસ્તકની ગુજરાત રાજય લલિત કલા અકાદમી દ્વારા સંચાલિત તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા શિવરાજપુર બિચ ખાતે તા.14 તથા 15 માર્ચ બે દિવસ માટે રેતી શિલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જે કાર્યક્રમને શનિવારે કલેક્ટરની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો.જેમાં સમુદ્ર કિનારે રેતી દ્વારા વિવિધ કૃતિઓ બનાવવામાં આવી હતી.
જેમાં ખાસ કરીને બેટી બચાવો બેટી પઢાવો, કોરોના વાયરસ થી બચવા શું કરવું તેમજ ભગવાન દ્વારકાધીશના મુખ્ય મંદિરની આ ં કૃતિ શિલ્પ દ્વારા બનાવી સામાજિક જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. બે દિવસ અહી રેતી શિલ્પ કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ બનાવીને મુકવામાં આવશે જે પર્યટકો નિહાળી શકશે.
કલાકારોએ કૃતિઓ દ્વારા બેટી બચાવો સહિતના સામાજિક જાગૃતિના સંદેશ આપ્યા
પ્રથમ દિવસે પર્યટકોની પાંખી હાજરી