તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામતેરની રાવલ નદીમાં બેરોકટોક થતું રેતી ખનન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના પંથકનાં સામતેર ગામે રાવલ નદીમાંથી ગેરકાયદે રીતે બેરોકટોક રેતી ખનન થતું હોવાથી ખેડુતોની ફળદ્રુપ જમીનોને નુકશાન પહોંચી રહયું છે. આ ખનીજ ચોરીને અટકાવવામાં આવે છે તો રેતી ચોરી કરતાં તત્વો ધમકીઓ પણ આપતા હોય આ શખ્સો સામે કડક કાર્યવાહી કરવા ખેડુતોમાંથી ઉગ્ર માંગ ઉઠી છે. ઊનાના સામતેર ગામની રાવલ નદીમાં મોટાપાયે ગેરકાયદેસર રેતી ખનન થતું હોય અને રેતી કાઢવા નદીમાં મોટા ખાડા પાડતા આ નદી કાંઠાના વિસ્તારમાં આવેલ ફળદ્રુપ જમીનોને ભારે નુકશાની પહોચી રહ્યુ છે અને વાડીઅે અવર જવર માટેના રસ્તા પરથી ખનીજ રેતી ભરતા હોય આ અંગેની રજુઆત આ વિસ્તારના ખેડૂત સંજયસિંહ બી. ગોહીલએ પોલીસમાં કરી હતી અને રેતી ખનન ખોરો ખેડૂતોને ધાક ધમકીઓ આપી મનમાની ચલાવતા હોય તેના પર કડક કાર્યવાહી કરવા ખેડૂતોમાં રોષ ઉઠ્યો છે. - તસ્વીર : જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...