તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પેનથી આવેલા મોરબીના નાગરિકના કોરોના ટેસ્ટ કરવા માટે સેમ્પલ લેવાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ દુનિયા ભરમાં જે રીતે કોરોના વાયરસનૉ કહેર જોવા મળી રહ્યો છે. અને ભારતમાં પણ 125થી વધુ દર્દીઓનાં શન્કાસ્પદ કેસ સામે આવ્યા છે તો દેશમાં ત્રણ નાગરિક નાં મોત પણ થયા છે.ગુજરાતમાં હજુ એક પણ કેસ સામે ન આવતા એક તરફ સરકાર રાહતનો શ્વસ લીધો છે. જોકે સરકાર દ્વારા આગામી દિવસોમાં કોઈ રિસ્ક લેવા ન માગતું હોય જેથી તમામ પ્રકારના પગલાં.લઈ રહ્યું છે. ખાસ કરીને વિદેશ થી આવતા તમામ નાગરિક નાં પણ ચેકિંગ કરી શંકાસ્પદ દર્દીઓને ઓબ્જેર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. સ્પેનથી આવેલા મોરબીના નાગરિકનો કોરોના ટેસ્ટ કરવા માટે સેમ્પલ લેવાયા હતા. જે જામનગર મોકલવામાં આવ્યા છે. હાલ તેનો આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. અને રિપોર્ટ આજે આવશે.

મોરબીમાં પણ આજે સ્પેનનો પ્રવાસ કરી આવેલા એક પ્રવાસીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેના બ્લડ સેમ્પલ તેમજ જરૂરી અન્ય ટેસ્ટ કરવામા આવ્યા હતા.

કોરોના ટેસ્ટ માટેનાં સેમ્પલ જામનગરની સીવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની સાથે આવેલા અન્ય 5 નાગરિક નાં પણ આવતીકાલે ગુરુવારે ટેસ્ટ કરવામાં આવશે તેમજ સેમ્પલ જામનગર મોકલવામાં આવશે.

જામનગર સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ મોકલાયા

તેમની સાથે આવેલા અન્ય 5 નાગરિકોના પણ ટેસ્ટ કરાશે

અન્ય સમાચારો પણ છે...