પાટડીમાં ખારાપાટ વણકરસમાજ સમુહલગ્ન સમિતિ આયોજીત 21મો સમુહ લગ્નોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડીમાં ખારાપાટ વણકરસમાજ સમુહલગ્ન સમિતિ આયોજીત 21મો સમુહ લગ્નોત્સવ પાટડી મુકામે ધામધૂમથી યોજાયો હતો. જેમાં કુલ 31 નવદંપતીઓએ પ્રભુતામા પગલા પાડયા હતા.

આ સમુહલગ્ન મહોત્સવમાં ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી,ગોરધનદાસ બાપુ (કેશરડી), ભાણદાસ બાપુ (દસાડા), ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, પી.કે.પરમાર સહીતના આગેવાનોએ હાજરી આપી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં બાબુલાલ સોલંકી (એરવાડા) તરફથી સોનાની બુટ્ટી, પાનેતર, તિજોરી, સેટીપલંગ સહીત 136 જેટલી વસ્તુઓ દિકરીને કરિયાવરમાં આપવામાં આવી હતી. આ સમૂહલગ્ન લગ્નોત્સવને સફળ બનાવવા ખારાપાટ વણકરસમાજ સમૂહલગ્ન સમિતિના હોદેદારો, સમૂહલગ્ન સમિતિના સભ્યો આજુબાજુના ગામના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ રણોદરા (વિસાવડી), વી.એચ.મકવાણા અને જી.એલ.મકવાણાએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...