સાયલા તાલુકાના ધાંધલપુર, ટીટોડા, જશાપર, ડોળીયા ગામના ભોગાવામાં સક્કરટેટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયલા તાલુકાના ધાંધલપુર, ટીટોડા, જશાપર, ડોળીયા ગામના ભોગાવામાં સક્કરટેટી અને તરબુચનો પાક અંદાજીત 500 શ્રમજીવી પરિવાર લઇ જીવન ગુજરાન કરતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી વરસાદ, રેતીની ખેંચના કારણે પરીવાજનો મુશ્કેલીમાં મુકાયા છે. અને લોકોને પરપ્રાંતિય તરબુચ, ટેટીનો સ્વાદ માણવો પડશે.

ચોમાસાના ઓછા વરસાદના કારણે પાણીના સ્તર ઘટી જતા તરબુચ, ટેટીના ઉનાળુ પાકોનો ઉતારો ઓછો આવતા દેશી પાકના તરબુચ, સક્કરટેટીનો પાક નામશેષ થયો છે. છેલ્લા બે વર્ષમાં ઓછા વરસાદના કારણે ધાંધલપુર, ટીટોડા, જશાપર, ડોળીયા ગામના ભોગાવામાં પટ્ટમાં થતું વાવેતર બંધ થતુ જોવા મળે છે. આ પાકના કારણે અનેક પરિવારજનોને ગુજરાન ચાલતું હતુ. જે પરિવાર અને શહેર તરફ છુટક કામ કરી રોજીરોટી મેળવી રહ્યા છે. આ બાબતે સુરેશભાઇ મોલડીયાએ જણાવ્યુ કે રમજાન મહિનામાં મુસ્લિમ બિરાદરો તરબુચનો ઉપયોગ વધુ કરતા હોય છે. ત્યારે જુનાગઢ, હિંમતનગર, મોડાસાના દેશી તરબુચનો સ્વાદ માણવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...