તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીના વણોદ ગામે સસ્તા ભાવે જમીન ખરીદવાની લાલચે રૂ.50 લાખની છેતરપિંડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટડી તાલુકાના વણોદ ગામની આજુબાજુની જમીનના ભાવો આસમાને પહોંચતા સસ્તા ભાવે જમીન આપવાની લાલચે વણોદ ગામના બે શખ્સોએ માંડલ તાલુકાના રખીયાણા ગામની મહિલા પાસેથી બેંકમાં આરટીજીએસ દ્વારા રૂ. 50 લાખ ભરાવી કૌભાંડ આચર્યાની દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ચકચાર ફેલાઇ છે.

પાટડી તાલુકાના વણોદ ગામ નજીક હાંસલપુર ચોકડી પાસે મારૂતી અને હોન્ડા સહિતની મસમોટી કંપનીઓએ પ્લાન્ટો સાથે મોટું રોકાણ કરતા વણોદ આજુબાજુના વિસ્તારોની જમીનોના ભાવો આસમાને પહોંચી ગયા હતા. ત્યારે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના રખીયાણા ગામના પોપટભાઇ દયાળજીભાઇ પટેલની પત્નિ હિરાબેનને નીચા ભાવે જમીન ખરીદવાની લાલચ આપી તા. 15-11-2016ના રોજ મારી માતા બબુબેન નારણભાઇ પટેલ અમારા સંયુક્ત ખાતેદારથી અમારા પિતા નારણભાઇ પ્રભુભાઇ પટેલની વડીલો પાર્જીત વણોદ ગામની મિલ્કત સર્વે બ્લોક નં.669, હે.આરે.ચો.મી.1-30-51 જમીન ટેકનિકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાઓને રૂ. 98,99,886માં વેચાણ દસ્તાવેજથી વેચાણ આપી હતી. આ જમીનના નાણા હિરાબેન પોપટભાઇ પટેલ અને અેમની માતા બબુબેન નારણભાઇ પટેલના વણોદ ગામની જ પંજાબ નેશનલ બેંકના સંયુક્ત ખાતામાં જમા થયા હતા. માંડલના રખીયાણા ગામના હિરાબેન પોપટભાઇ પટેલની મુલાકાત વણોદ ગામના કન્ટ્રક્શન લાઇનમાં બિલ્ડર તરીકે અને જમીન લે-વેચની દલાલી તરીકેનું કામ કરતા સોહિલખાન ઇકબાલખાન મલેક સાથે થઇ હતી. એમણે વણોદ ગામે સસ્તા ભાવે જમીન આપવાની લાલચ આપી રૂ. 60 લાખની જમીન માટે હાલ રૂ. 50 લાખ આપો અને બે-ત્રણ માસ પછી હું આ જમીનનો કબ્જો મેળવી તમને વેચાણ દસ્તાવેજ કરી આપવાનું જણાવી એમણે એમના એક સંબંધીના સદ કોટનના માલિકના ખાતામાં આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરાવવાનું જણાવતા હિરાબેન પોપટભાઇ પટેલે એમના પંજાબ નેશનલ બેંકના સંયુક્ત ખાતામાંથી સદ કોટનના માલિકના ખાતામાં આરટીજીએસ દ્વારા રૂ. 50 લાખ ..અનુસંધાન 3 પર

સવા 2 વર્ષથી ઉઘરાણી બાદ 10 લાખનો ચેક આપ્યો તે રિર્ટન થયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો