ગૌતમેશ્વર તળાવનો પાળો તૂટયાની અફવાએ પકડયું જોર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો | 26 સપ્ટેમ્બર

સિહોર પંથકના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગૌતમેશ્વર તળાવ 27.5 ફૂટે પહોંચતા ઓવરફલો થયેલ. ત્યારે સિહોર ગૌતમેશ્વર તળાવનો કરકોલિયા સાઇડનો પાળો મધરાત્રે કોઇ અજાણ્યા શખ્શો દ્વારા તોડી નખાતા ત્યાં આગળ ભરાયેલ વધારાનું પાણી વહી જવા પામ્યું હતું. જયારે ગૌતમેશ્વર તળાવ ઓવરફલો થાય છે ત્યારે વધારાનું પાણી પાછળ ઓટ મારતું હોય છે. જે પાણી મોટાસુરકાના તળાવમાં જતું હોય છે.

અને પાળો તોડયો પાળો તોડયો અફવાએ જોર પકડતા સિહોર મામલતદાર, નગરપાલિકાના સત્તાધીશો, સિહોર પોલીસ તંત્ર ઘટના સ્થળ પર દોડી ગયેલ અને સ્થળ પર જાત નિરીક્ષણ કરતાં એવું માલુમ પડેલ કે તળાવનો પાળો તૂટેલ નથી. અને જયારે તળાવ ઓવરફલો થાય છે ત્યારે પાછળના ઓટનું પાણી રોકાઇ રહેતું હતું તે પાણીનો જથ્થો મોટાસુરકા તળાવમાં વહી જવા પામેલ છે.

આમ, સિહોર ગૌતમેશ્વર તળાવની સપાટીમાં કોઇ ફેરફાર થવા પામેલ નથી. તળાવનો પાળો તૂટયાની અફવાથી તંત્ર દોડતું થયું, પરંતુ ખોદયો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલ હતું. સિહોર શહેર તાલુકામાં આજે આ મામલે ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...