તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકામાં રુક્મિણીજીને છપ્પનભોગ મનોરથ ધરી વરઘોડાનું પરિભ્રમણ, હજારો ભાવિકો જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં ચૈત્ર સુદ અગિયારસના દિવસે રૂકમિણી વિવાહનું ભવ્ય આયોજન થાય છે. ભગવાન દ્વારીકાધીશના શાસ્ત્રોક્ત વિધિથી મુખ્ય પટરાણી રૂક્ષ્મણી સાથે વિવાહ કરવામાં આવે છે.આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિક-ભક્તો દ્વારકામાં ઉમટી પડે છે.દ્વારકાધીશના ઉત્સવ સ્વરૂપને જગત મંદિરથી શરૂ કરીને સમગ્ર દ્વારકાના મુખ્ય માર્ગો પર રૂક્મિણીજીનો વરઘોડો પરિભ્રમણ કરે છે.અને ત્યારબાદ દ્વારકાના પૌરાણિક ભદ્રકાળી મંદિરે આ શોભાયાત્રા સંપન્ન થાય છે.રૂક્મિણીજી છપ્પનભોગ મનોરથ ધરીને ધામધૂમપુર્વક પ્રસંગ સંપન્ન થયો હતો.

ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટરાણી રૂક્મિણીજી છે.ભાગવત પુરાણમાં ઉલ્લેખ છે કે,ભગવાન દ્વારકાધીશ રૂક્મિણીજીનું અપહરણ કરીને દ્વારકા લઇ આવ્યા હતાં.અને ત્યાર પછી દ્વારકામાં રૂક્મિણી સાથે ભગવાન દ્વારકાધીશના લગ્ન થયા હતાં.ભગવાન દ્વારકાધીશના પ્રથમ લગ્ન રૂક્મિણી સાથે થયા હતાં.ચૈત્ર સુદ અગિયારસના દિવસે ભગવાન દ્વારકાધીશના રૂક્મિણી સાથે લગ્ન થયા હતાં.દ્વારકામાં દર વર્ષે ચૈત્ર સુદ અગિયારસના દિવસે દ્વારકાધીશના મુખ્ય પટરાણી રૂક્મિણીજી સાથે ધામધૂમપુર્વક લગ્ન કરવામાં આવે છે.તેમજ વરઘોડામાં જાનૈયા અને માનૈયાઓ પણ જોડાય છે.અને શહેરના મુખ્ય માર્ગો પર વરઘોડો પરિભ્રમણ કરે છે.સોમવારે રૂક્મિણીજીને સોળે કળાએ શૃંગાર કરીને છપ્પનભોગ મનોરથ ધરી રૂક્મિણી વિવાહ સંપન્ન થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...