તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 46 હજારથી વધુ ખેડૂત પરિવારને રૂ.2794 લાખની સહાય મળશે : ઊર્જા મંત્રી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ સ્થિત નગરપાલિકાના નાનાજી દેશમુખ ઓડીટોરીયમ ખાતે ઉર્જા મંત્રના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સૌરભભાઈએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં પ્રત્યેક ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય તેવી નેમ સાથે કાર્યરત રાજ્ય સરકારે ખેડૂતોની આવક બમણી કરવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે, અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેનો લાભ ખેડૂતોને મળ્યો છે.

સૌરભભાઈએ ઉમેર્યું હતુ કે, વડાપ્રધાન ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના રૂપમાં એક નવી જ યોજના અમલમાં મૂકી છે. બે હેકટરથી ઓછી જમીન ધરાવતાં પ્રત્યેક ખેડૂત પરિવારોને આ યોજના અંતર્ગત પાંચ વર્ષ સુધી પ્રત્યેક વર્ષે રૂપિયા 6 હજારની સહાયનો લાભ મળશે.

આ યોજના અંતર્ગત જિલ્લામાં 46 હજારથી વધુ ખેડૂત પરિવારોનું અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમને 1 વર્ષ દરમિયાન રૂપિયા 2794 લાખની સહાય મળશે. આ સહાય તેમના બેંક ખાતામાં પ્રતિવર્ષ ત્રણ સરખા હપ્તામાં જમા થશે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. જેથી હજુ પણ આ યોજના માટે રજીસ્ટ્રેશન ન કરાવેલ લાભાર્થી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકશે.

રાજયમાં અછતની પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારે અછતના માપદંડ બદલી રાજ્યના 96તાલુકાના 16 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં1500 કરોડ રૂપિયા કૃષિ ઈનપુટ સહાય તરીકે જમા કરાવ્યા છે. આ ઉપરાંત ટેકાના ભાવે મગફળીની ખરીદીની સાથે અછતની પરિસ્થિતિમાં 7 કરોડ કિલો ઘાસનું વિતરણ કર્યું છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર સુજીત કુમારે ઉપસ્થિત સૌનું સ્વાગત કરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં બોટાદ જિલ્લામાં ઝૂંબેશ સ્વરૂપે હાથ ધરાયેલ કામગીરીની વિસ્તૃત વિગતો આપી આ યોજનામાં બાકી રહી ગયેલા ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા સત્વરે રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો