તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં પુસ્તકપ્રેમીઓ માટે રોટરી રીડર્સ ક્લબ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાહિત્ય પ્રેમી અને સારા પુસ્તક વાંચક શોખીન માટે મોરબીમાં અવનવું આયોજન થતું રહે છે. મોરબીનું પુસ્તક પરબ તેમાં મોખરે છે. ત્યારે હવે રોટરી કલબ દ્વારા પણ વધુ એક આવા પુસ્તક પ્રેમીઓને સારા પુસ્તક સુધી આકર્ષવા મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિનાના બીજા રવિવારે સુંદર આયોજન કરવામાં આવે છે. મોરબીની સાહિત્યપ્રેમી લોકો પુસ્તકો લેવા માટે આવ્યા હતા. મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા, સાહિત્ય પ્રેમી અને સંગીતપ્રેમી હંસરાજભાઈ ગામી, ભાવિભાઈ રાવલ અને મોરબીના યુવા કવિ જનાર્દનભાઈ દવે, યુવા લેખક અને વક્તા નીરવભાઈ માનસેતા, મિતુલભાઈ વડસોલા સાહિત્યપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી રોટરી ક્લબના સભ્ય રશેષભાઈ મહેતા, અશોકભાઈ મહેતા, હરીશભાઈ શેઠ અને મોરબી રોટરી ક્લબના પ્રેસિડન્ટ પરમાર રૂપેશ (કવિ જલરૂપ) ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...