તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુપેડીથી કોલકી સુધીનો રોડ 5.5 કરોડના ખર્ચે તૈયાર થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી તાલુકાના ગ્રામ્ય રસ્તાઓના સાડા પાંચ કરોડના કામો મંજૂર કરાયા છે. જેમા સુપેડીથી કોલકી સુધીનો 16 કિમી રોડનું કામ મંજૂર કરાયું છે.

ધોરાજી તાલુકાના સુપેડીથી કોલકી તરફનો માર્ગ બિસ્માર હોવાથી ધોરાજીના ધારાસભ્યે ગ્રામ્ય વિસ્તારમાં નવા રસ્તાના કામો મંજૂર કરવા માગ કરી હતી.

આ અંગે ધારાસભ્ય વસોયાએ જણાવ્યુ હતું કે ધોરાજી તાલુકાના બિસ્માર રોડ રસ્તા રીપેરિંગ કરવા માટે માર્ગ અને મકાન વિભાગમા રજૂઆત કરી હતી. સરકાર દ્વારા ધોરાજી તાલુકાના સુપેડી, નાની વાવડી, ખાખીજાળીયા, કોલકી સુધીનો 16 કિલોમીટર સુધીનો રસ્તો 4 કરોડ 70 લાખ અને પાનેલી વલાસણ વચ્ચે નો 3 કિલોમીટર 81 લાખના કામો મંજૂર કરાયા છે. આ ઉપરાંત ભાદર નદી પરના જુના જર્જરિત પૂલને તોડી નવો પુલ 5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનૂ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...