બે તાલુકાને જોડતા બે ગામો વચ્ચેનો માર્ગ કાચી સડક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર તા.ના ભાંખલ અને ઘોઘા તાલુકાના પીપરલા ગામ વચ્ચેનો માર્ગ સાવ કાચી સડક જ હોય આ રોડને ટનાટન બનાવવાની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.

ભાંખલ ગામને સુવિધાઓ બાબતે મોટો અન્યાય થઇ રહ્યો છે. ભાંખલથી દક્ષિણમાં આવેલા નેસવડ વચ્ચેનો માર્ગ બિસ્માર.ભાંખલથી ઉત્તર દિશામાં આવેલા પીપરલાનો માર્ગ એટલે માત્ર કાચી સડક.ભાંખલ,નેસવડ અને પીપરલા ત્રણેય ગામના તાલુકા અલગ-અલગ છે. જેને કારણે ભાંખલવાસીઓને પૂરતી સુવિધા મળતી નથી.

ભાંખલથી પીપરલા વચ્ચેના માર્ગમાં અનેક જગ્યાએ મોટા-મોટા પથ્થર બહાર નીકળી ગયા છે. જેને કારણે અનેકવાર વાહનો પલટી ખાય જાય છે.વાહનોના ટાયર ફાટી જાય છે. આ માર્ગ પરથી પસાર થનારને ઊંટ સવારીનો અનુભવ કરતાં હોય એવું લાગે છે.આ માર્ગ આઝાદી સમયથી આવી જ હાલતમાં છે. અને દિવસે -દિવસે તેની હાલત બદતર થતી જાય છે. ચોમાસામાં તો અહીંથી પસાર થવું અશકય બની જાય છે. આ રોડ પરથી આખા દિવસ દરમ્યાન અનેક વાહનો પસાર થાય છે. આ રોડને વહેલામાં વહેલી તકે નવો બનાવવામાં આવે તેવી આ વિસ્તારના રહીશો અને આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકોની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.

નવો માર્ગ બનાવવા દરખાસ્ત કરી છે
ભાંખલ અને પીપરલા વચ્ચેનો માર્ગ નવો બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી છે. સરકારમાંથી મંજુરી મળ્યે આગળની કાર્યવાહી હાથ ધરાશે. દિલીપભાઈ ઠાકોર, ના.કા.ઈ. માર્ગ અને મકાન િવભાગ પંચાયત.

અન્ય સમાચારો પણ છે...