ગણપતિ ફાટસર વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે ત્રસ્ત

Wadhwan News - residents of ganpati fatsar area suffer from lack of primary facilities 081816

DivyaBhaskar News Network

Sep 14, 2019, 08:18 AM IST
વઢવાણ નગરપાલિકાના વોર્ડનં.5ના ગણપતિ ફાટસર વિસ્તારમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા છે. આ વરસાદી પાણીનો નિકાલ નહીં ન થતા રોગચાળો ફેલાયો છે. ત્યારે વારંવાર રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી ન થતા રોષે ભરાયેલા લોકોએ પાલિકા,મામલતદાર કચેરીને ગજવી હતી. જ્યારે આવેદનપત્ર પાઠવી બે દિવસમાં કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી આપી છે.

વઢવાણ પાલિકાની કામગીરી કરવામાં ઉણી ઉતરતા ભાજપના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને કલેક્ટર પર લોકો રોષ ઠાલવી રહ્યા છે. શુક્રવારના રોજ ગણપતિ ફાટસર વિસ્તારના રહીશોને સરકારી કચેરીઓ ગજવી હતી. જેમાં પ્રકાશભાઇ ડોરીયા, અશોકભાઇ ચાવડા, પ્રવીણભાઇ સોલંકી સહિતના આગેવાનો વઢવાણ નગરપાલિકા કચેરીમાં ઘસી ગયા હતા. પરંતુ કોઇ યોગ્ય જવાબન મળતા વઢવાણ સેવા સદન કચેરી ગજવી હતી. ત્યારબાદ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યુ હતુ કે ગણપતિ ફાટરસ વિસ્તારની સોસાયટીઓ એક મહિનાથી વરસાદી પાણીથી ત્રાહિમામ છે.

X
Wadhwan News - residents of ganpati fatsar area suffer from lack of primary facilities 081816

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી