તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટંકારામાં વધુ 4 ઇંચથી જળાશયો છલકાઇ ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારા તાલુકામાં મેઘકૃપા અવિરત બની સતત સારો વરસાદ પડી રહ્યો છે. શનિવારે બે ઈંચ પડયા બાદ ફરી રવિવારે વધુ ત્રણ ઈચ વરસાદ પડતા તાલુકાના સ્થાનિક જળાશયોમાં પાણીની આવક પુષ્કળ પ઼માણમા વધવા લાગતા ડેમી-૨ ના ૭ અને ડેમી-૩ ના ૮ દરવાજા ખોલવામાં આવ્યા છે. મેઘરાજા વિરામ લેવાનુ નામ લેતા નથી અને ટંકારા પંથકમા સતત વરસાદ વરસી રહ્યો છે.હજુ શનિવારે બે ઈંચ વરસાદ પડયા બાદ રવિવારે વધુ ત્રણ ઈંચ વરસાદ પડતા તાલુકાના સ્થાનિક જળાશયો છલકાયા બાદ પણ વિપુલ પ્રમાણમા નવા નીરનો પ્રવાહ અવિરત રીતે આવતા રહેતા આવક વધતા ડેમી-૨ ડેમના ૭ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી હાલ ૨૦ હજાર કયુસેક પાણીની જાવક થઇ રહી છે. ઉપરાંત, ડેમી-૩ ડેમના ૮ પાટીયા બે ફૂટ ખોલાયા છે. હાલ તેમાંથી ૧૨ હજાર ક્યુસેક પાણીની જાવક થઇ રહીં છે.

અન્ય સમાચારો પણ છે...