તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીયાવામાં દીપડીનંુ બચ્ચું તારમાં ફસાઈ જતાં રેસ્ક્યુ કરી બચાવાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદર તાલુકાના પિયાવા ગામની સીમમાં દીપડીનું બચ્ચું ખેતરમાં કરેલ ફેન્સીગમા ફસાઈ ગયું હતું જેથી વાડી માલિકે વનવિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડીના બચ્ચાને સારવાર અર્થે સાસણ ખસેડવામાં આવ્યું છે.

પિયાવાના ગામ નજીક જ આવેલ એક અધિકારીની વાડીના ફેન્સીંગમાં દીપડીનું બચ્ચું ફસાઈ ગયું હતું ખેતરનાકાંઠે આવેલ વોકળામાં માલ ઢોર ચરાવતા માલધારી આ અંગે વાડી માલિકને જાણ કરી હતી જેથી વાડી માલિકે વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા બચ્ચાને બહાર કાઢી તેને સારવાર અર્થે સાસણ ખસેડવામાં આવ્યું હતું. જેથી બચ્ચા વિહોણી બની ગયેલી દીપડી પોતાના વ્હાલસોયાં બચ્ચાં ને શોધવા માટે રઘવાઈ બની હતી. જેમાં દીપડીએ ગતરાત્રીના બનાવના સ્થળની આસપાસના તમામ વિસ્તારમાં બચ્ચાને શોધવા આમ તેમ ચક્કર લગાવ્યા હતા અને આખી રાત ચીસો નાખી હતી. જેથી રાત્રિના ખેતરે પાણી વાળી રહેલા તથા રખોપું કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો બનાવનું સ્થળ ગામથી નજીક જ હોય જેથી દીપડી પીયાવા ગામમાં પણ ચક્કર લગાવ્યા હતા આ વાત સમગ્ર પંથકમાં ફેલાતા ખેડૂતો મજૂરો અને ગ્રામજનોમાં ભયનું મોજુ ફરી વળ્યું છે.

જંગલી અને ખૂંખાર પ્રાણીઓમાં પણ માતા અને બચ્ચાઓ વચ્ચે કેટલો માતૃત્વનો પ્રેમ હોય છે પરંતુ વનવિભાગે તાબડતોબ બચ્ચાનું અને દીપડીનું મીલન કરાવવુ જરૂરી બન્યું છે નહિતર દીપડી નિર્દોષ લોકો પર હુમલો કરે તેવી દહેશત ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો