તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેતપુર-સોમનાથ ફોરટ્રેક પર ભંગાર લાઈટો બદલી એલઇડી નખાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જેતપુર-સોમનાથ ફોરટ્રેક પર જ્યાં ગ્રામ્ય વિસ્તાર તેમજ ગામને જોડતા ફાટક આવતા હોય તે જગ્યા પર આશરે 5 વર્ષ પહેલાં સ્ટ્રીટ લાઈટ તેમજ હાઈમસ્ટ ટાવર નાખવામાં આવ્યા હતાં પરંતુ થોડા સમય બાદ જ આ લાઈટો બંધ થવા લાગી હતી.અને રીપેરની ફરિયાદો બાદ પણ લાંબા સમયબાદ કામગીરી કરવામાં આવી રહી છે.હાલ માં પણ અનેક જગ્યાએ આ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે.જેથી રાત્રીના સમયે અકસ્માત ના બનાવો બની રહ્યા છે.જોંકે આગામી દિવસોમાં આ ફોરટ્રેક પર એલઇડી લાઈટ ફિટ કરવામાં આવશે.જે સારી ગુણવત્તા વાળી નાખવામાં આવે તે જરૂરી છે.

હાલમાં એસ્ટિમેટ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે : અધિકારી

આ અંગે એક અધિકારીએ કહ્યું હતું કે હાલ માં એસ્ટીમેન્ટ બનાવવાની કામગીરી શરૂ છે.બાદમાં નેશનલ હાઇવે ઓથોરિટીમાં મંજૂરી માટે મોકલાશે બાદમાં તુરંત જ કામગીરી શરૂ થશે.

ફોરટ્રેક પર 3 નવા પુલ બનાવવાનું કામ માર્ચમાં શરૂ થવાની માત્ર જાહેરાત જ

ફોરટ્રેક પર ત્રણ નવા પુલની કામગીરી માર્ચના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની વાતો વહેતી થઈ હતી.પરંતુ હજુ સુધી કઈ કામ ન થતા વાહન ચાલકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો