મોરબી જિલ્લામાં તળાવો અને ચેકડેમો રિપેર કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં ખૂબ વરસાદ થયેલો છે રાજ્યમાં તથા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા હજારોની સંખ્યામાં ચેકડેમો બનાવેલા છે પરંતુ હાલની સ્થિતિમાં આમાંથી ઘણા બધા ચેકડેમો હયાત નથી અને ઘણા ચેકડેમોમાં પાણી સંગ્રહ કરી શકાય તેમ નથી આ ઉપરાંત રાજાશાહી વખતના જે ગામડાઓમાં જુના તળાવો આવેલા છે તેમાના પણ ઘણા બધા તૂટી ગયા છે જો આ બધા ચેકડેમો ને ફરીથી રિપેર કરવામાં આવે અને તળાવોને પાકા બનાવવામાં આવે તો ખેડૂતો તથા ગામડાઓ માટે ઘણું પાણી સંગ્રહ કરી શકાયું હોત તેના બદલે મોટાભાગનું પાણી દરિયામાં વહી ગયું છે ત્યારે આ બાબતે તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...