તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીર્ણોદ્ધાર | માણાવદર CHC 15 કરોડનાં ખર્ચે ત્રણ વર્ષમાં અદ્યતન હોસ્પિટલ બનશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માણાવદર સીએચસી સેન્ટરને 75 બેડની સુવિધા સભર હોસ્પિટલ માટે 2020 -21માં બજેટમાં જોગવાઇ કરવામાં આવી હોવાનું કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું.
માણાવદર સીએચસી સેન્ટરને અપગ્રેડ કરી જિલ્લા કક્ષાની 75 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. જેમને લઇ 15 કરોડનાં બજેટની જોગવાઇ કરવામાં આવશે. માણાવદર સીએચસી સેન્ટરમાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.

આ સીએચસી સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે. અને ત્રણ વર્ષમાં 15 કરોડનો ખર્ચ કરાશે. આ વર્ષે રૂ.5 કરોડની ફાળવણી કરવામાં આવશે. ત્રણ વર્ષમાં કામગીરી પુર્ણ થતાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ જેવી જ સવલતો મળી શકશે. અને માણાવદર, વંથલી, મેંદરડા પંથકનાં દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓ નજીકમાં જ મળી શકશે. આ ઉપરાંત જસદણ, ધ્રોલ, દહેગામ, હાલોલ, ચીખલી, સોનગઢ, સીએચસી સેન્ટરને પણ અપગ્રેડ કરવાને લઇ બજેટમાં જોગવાઇ કરાઇ છે. } નિલેશ પાણખાણીયા

75 બેડ સાથે આધુનિક સાધનો અને ડોકટરોની ટીમ મૂકાશે : આ વર્ષે 5 કરોડની ગ્રાન્ટ ફાળવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો