તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અબળા, બીચારી જેવા શબ્દોને તમારા મગજમાંથી કાઢી નાખો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર અને લીંબડી કોર્ટ દ્વારા બી. એ. કન્યા વિદ્યાલયમાં વિધાર્થિનીને કાયદાની જોગવાઈ અને માહિતી મળી રહે તે હેતુથી કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં ખાસ સ્ત્રીઓ માટે બનેલા કાયદાઓ જેવા કે પોકસો એક્ટ, કામકાજના સ્થળે મહિલા પર થતી જાતીય સતામણી, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ, બાળ મજૂરી સહિતના કાયદાઓનું માર્ગદર્શન વિધાર્થિનીઓને અપાયું હતું. કાયદાને જાણો નામનું પુસ્તકનું વિતરણ કરાયું હતું. લીંબડી કોર્ટના જજ સી.જે.પટેલ દ્વારા વિધાર્થિનીઓને અબળા, બીચારી જેવા શબ્દોને મગજની ડિક્શનરીમાંથી બહાર કાઢી જીવનમાં આગળ વધી અન્ય લોકો માટે માર્ગદર્શિકા બની સમાજમાં શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડવા જણાવ્યું હતું. ઘરેલું હિંસાથી પીડિત મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા અને ન્યાય મળી રહે તે ઉદ્દેશ્યથી લીંબડી પોલીસ મથકમાં મહિલા સહયતા કેન્દ્ર શરૂ કરાયું હોવાની જાણકારી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો