તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાલીખમ્મ તળાવો ભરવામાં આવે તો પાણીની સમસ્યાનું નિરાકરણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી દિવસોમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પાલિતાણાના શેત્રુંજી ડેમને સૌની યોજના અંતર્ગત પાણીથી ભરવાનો કાર્યક્રમ યોજાનાર છે. તેજ રીતે આ યોજના અંતર્ગત સિહોર તાલુકાના ખાલીખમ્મ તળાવોમાં પાણી ભરવામાં આવે તો તાલુકાનો વિકટ પાણીપ્રશ્નનો ઉકેલ આવે.

સતત બે-ત્રણ વરસ વરસેલા ઓછા વરસાદને કારણે ધરતીપુત્રોની આમેય આર્થિક કમર તૂટી ગઇ હતી. અને એમાંય આ વરસે તો ગત વરસો કરતાં પણ સાવ �ઓછો વરસાદ વરસ્યો હતો. જેને કારણે ધરતીપુત્રો અને શ્રમિક વર્ગની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે. પાકની વાત તો બાજુએ રહી, પણ લોકોને પીવાના પાણીના પણ ફાંફા પડવા લાગશે. આથી સૌની યોજના અંતર્ગત સિહોર પંથકના ખાલીખમ્મ તળાવો ભરવા સિહોર તાલુકા પંચાયતના સદસ્ય અમીતભાઇ લવતુકાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે.

સિહોર તાલુકામાં પડેલા તદન �ઓછા વરસાદને કારણે સિહોર તાલુકાને અછતગ્રસ્ત તો જાહેર કરી દેવામાં આવ્યો છે. પરંતુ તેનો લાભ લોકોને જેટલો મળવો જોઇએ તેટલો હજી મળ્યો નથી. સિહોર શહેર તાલુકામાં પાણીની સમસ્યા દિવસે�ઓ દિવસે વિકટ અને ગંભીર બની રહી છે. પાલિતાણા તાલુકાના સૌથી મોટા ડેમ શેત્રુંજી ડેમને ભરવા માટે આગામી દિવસોમાં વડાપ્રધાન પાલિતાણા ખાતે આવી રહ્યા છે. જો શેત્રુંજી ડેમ ભરાશે તો તેનો લાભ પાલિતાણા તાલુકાના તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકના લોકોને મળશે. પરંતુ સિહોર શહેર તાલુકાના ખાલી પડેલા તળાવોને પણ સૌની યોજના હેઠળ ભરવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે.

શેત્રુંજી ડેમની ભાવનગર જતી લાઇન ટાણા પાસેથી પસાર થાય છે. આથી ટાણાથી સિહોર લાઇન દોડાવી ગૌતમેશ્વર તળાવ, વળાવડ, સોનગઢ, આંબલા સહિતના ગામોના તળાવો ભરવા રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો