જલારામ જયંતિ નિમિત્તે ખંભાળિયામાં ધાર્મિક કાર્યક્રમો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા: લોહાણા સમાજ સહિત અઢારેય વરણના આસ્થાના અખુટ સાગર સમાન સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 139 મી પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 18ને મંગળવારે ખંભાળિયામાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. આ પાવન અવસરે લોહાણા મિત્ર મંડળ દ્વારા જલારામ બાપાની ઝાંખી, રઘુવંશી જ્ઞાતિના યુવક-યુવતીના પરિચય, માં અમૃતમ કાર્ડનો કેમ્પ, રક્તદાન કેમ્પ, સમૂહ જ્ઞાતિ ભોજન સહીતના વિવિધ કાર્યક્રોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ સોમવારે રાત્રે ખંભાળિયાની નવી લોહાણા મહાજન વાડી ખાતે જલારામ બાપાની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાયત્રી ગરબા મંડળના કલાકારો ઝાંખી રજૂ કરશે. પુણ્યતિથિ અવસરે મંગળવારે જલારામ બાપાના મંદિરે સવારથી પરિક્રમાં, મહા આરતી, નૂતન ધ્વજા રોહણ, ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે. રઘુવંશી જ્ઞાતિના લગ્નોત્સુક યુવક- યુવત્તિના નામની નોંધણી મંગળવારે બપોરે ત્રણથી છ વાગ્યા સુધિ લોહાણા મહાજન વાડી ખાતે કરવામા અાવશે. જેમાં વીરબાઇ માં વેવીશાળ બ્યુરોના કાર્યકરો સેવા આપશે. આ ઉપરાંત સવારે 11થી 6 વાગ્યા સુધી જલારામ અન્નપૂર્ણા ગૃહના ઉપક્રમે માં અમૃતમ કાર્ડના કેમ્પ યોજાશે. સાથે ચારથી આઠ વાગ્યા સુધી રઘુવંશી મહિલા મંડળ તથા દાદા જશરાજ વીરબાઇ ટ્રસ્ટના સયુંક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમો બાદ સમૂહ નાત જમણ સાથે કાર્યક્મની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...