તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ તાલુકાના વડાલ ગામે આવેલ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી તાજેતરમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ તાલુકાના વડાલ ગામે આવેલ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી તાજેતરમાં એક ખાતેદારની નજર ચૂકવી એક શખ્સ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ બાદ જિલ્લા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. આ ચોરીની ઘટનાને ગોંડલના શખ્સ દ્વારા અંજામ આપ્યાનું બહાર આવતા એસ.ઓ.જી. પોલીસના પી.આઈ. એચ. જી. પલ્લાચાર્ય, કોન્સ્ટેબલ ઊપેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા અને રણજીતભાઈ ધાંધલ સહિતના સ્ટાફે ગોંડલ સરકારી દવાખાના પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ગોડલી નદીના ખાડામાં રહેતો કરણ જેન્તીભાઈ સોલંકી પસાર થતા તેને અટકાવી તલાશી લેતા તેની પાસેથી રૂપિયા 15000 મળી આવતા પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરાતા વડાલમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ગોંડલ નદીના ખાડા વિસ્તારમાંથી વધુ એક અપરાધી ઝડપાયો છે.

અન્ય સમાચારો પણ છે...