તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ નવા યાર્ડમાં રવીપાક કૃષિ શિબિર, સહકારી પરિવાર સ્નેહ મિલન, સન્માન સમારોહ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ દ્વારા તારીખ 12 રવિવાર સવારે 9:30 કલાકે માર્કેટિંગ યાર્ડ ગોંડલ ખાતે રવિપાક કૃષિ શિબિર, સહકારી પરિવાર સ્નેહ મિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે આ કૃષિ શિબિરમાં ગોંડલ બજાર સમિતિમાં 35 વર્ષ કરતાં વધુ સમય માટે સક્રિય રીતે સેવા આપનાર તેમજ રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લા સહકારી સંઘ વગેરે સહકારી સંસ્થાઓમાં લાંબો સમય સેવા આપનાર અને કૃભકો દ્વારા સહકારી વિભૂષણ એવોર્ડથી નવાજિત મગનભાઈ ઘોણીયા ના સન્માન સમારોહ તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની તાકીડથી નગરપાલિકા ગોંડલ તરફથી માર્કેટિંગ યાર્ડમાં રોડના કામ મંજૂર કરવા બદલ પાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા નું સન્માન તેમજ નવા માર્કેટીંગ યાર્ડમાં રૂપિયા 35 લાખના ખર્ચે દ્રાયર પ્લેટફોર્મ નું ભૂમિ પૂજન તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે, તેમજ કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાયદા CAA 2019 અંગે માહિતી આપવામાં આવશે. આ તકે એપીએમસીના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સાંસદ રમેશભાઈ ધડુક, યાર્ડના વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા વિગેરે હાજર રહેનાર છે તો આ તકે સર્વે ને આવવા માર્કેટિંગ યાર્ડ ની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો