તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણમાં રાજાશાહી વખતમાં ધમધમતું રેલવે સ્ટેશન હવે નામશેષ થવાના આરે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણમાં 1930ની સાલ દરમિયાન રાજાશાહી વખતમાં જસદણનું રેલ્વે સ્ટેશન મુસાફરોથી ધમધમતું હતું. દેશના આઝાદી બાદ રાજકીય નેતાઓના પાપે હાલ ગુલામી સેવી રહ્યું છે અને હાલ આ રેલ્વે સ્ટેશન નામશેષ થવાના આરે છે. હવે ફરી ક્યારે આ રેલ્વે લાઈન શરૂ થશે તેવી લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જસદણ શહેરથી માત્ર 2 કિલોમીટર દૂર વિંછીયા રોડ ઉપર આવેલ રેલ્વે સ્ટેશનમાં રેલ્વે તો દાયકાઓથી બંધ થઈ ગઈ છે. જેના કારણે આ રેલ્વે સ્ટેશનની ઈમારત ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતું નથી. આ ઈમારતના કોઈએ બારી બારણા પણ તોડી નાખ્યા છે અને હાલ આ ઈમારત અસામાજિક તત્વોના અડ્ડા સમાન બની જવા પામી છે. ત્યારે ફોટા સેશનમાં વ્યસ્ત રહી પોતાની પબ્લિસિટી કરાવતા રાજકારણીઓ દ્વારા સરકારી તંત્રના કાન આમળવામાં આવે અને બિસ્માર હાલતમાં ઉભેલી ઈમારતની જાળવણી કરવામાં આવે તેવી જસદણના લોકોની વ્યાપક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...