વાંકાનેરમાં વાવાઝોડાથી બચવા શેઠના ઘરે આશ્રય લેવા જતાં સગીરા પર દુષ્કર્મ

Wankaner News - rape on the sagara going to take shelter at the house of the sage to avoid the hurricane in wankaner 080511

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:05 AM IST
વાંકાનેરમાં વાયુ વાવાઝોડાથી બચવા આદિવાસી પરિવારે શેઠના મકાનમાં આશરો લીધો હતો. જ્યાં વાવાઝોડાથી પણ મોટું તોફાન આદિવાસી પરિવારની રાહ જોઇને બેઠું હતુ. વાંકાનેરમાં રાજકોટ રોડ પર આવેલ ગોકુળનગર સોસાયટીમાં આદિવાસી પરિવારની 14 વર્ષની સગીરવયની દીકરી પર ગત સાંજે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરાતા ગરીબ પરિવાર અવાક બની ગયો હતો. ભોગ બનેલી સગીરાના ભાઇએ આ મામલે માલુ દીપુભાઇ ડામોર નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વાંકાનેર શહેર નજીક રાજકોટ રોડ પર ઝુપડપટ્ટીમાં રહેતો આદીવાસી પરિવાર વાવાઝોડાની સંભાવનાને પગલે તેમના શેઠના ગોકુળનગર સોસાયટીમાં આવેલા મકાનમાં રહેવા ગયો હતો. જ્યાં ગત સાંજે 6 કલાકે મકાનના ઉપરના માળે રૂમમાં એકલતાનો લાભ લઈ આરોપી માલુ દીપુભાઈ ડામોર દ્વારા 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારાયો હતો. બાદમાં પીડીતાનો ભાઈ આવી જતા આરોપી મકાનની બહાર કુદકો મારી ભાગી ગયાે હતો. આ અંગે પીડીતાના ભાઈ દીવાનભાઈ સીતુભાઈ બિલ્વાલે પોલીસ ફરિયાદ નોંધાવતા વાકાંનેર શહેર પોલીસે આરોપી માલુ દીપુભાઈ ડામોર વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 376(2) H અને પોસ્કો કલમ 3(a)4 મુજબ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

X
Wankaner News - rape on the sagara going to take shelter at the house of the sage to avoid the hurricane in wankaner 080511

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી